પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૮]

લાહોરમાં આર્ય-સમાજનું અધિવેશન ભરાયું, સમાજીઓએ દરખાસ્ત કરી કે આર્ય-સમાજના સંસ્થાપકને કંઈક પદવી આપવી, બીજાઓએ અનુમોદન પણ આપ્યું.

હસીને સ્વામીજી બોલ્યા 'ભાઈઓ, મેં કોઈ નવો પંથ ચલાવવા માટે ગુરૂ-ગાદીનો મઠ નથી સ્થાપ્યો, હું તો ઉલટું ભોળા મત-વાદીઓને મઠોથી અને મહંતોથી સ્વતંત્ર બનાવવા મથું છું. મને કે અન્ય કોઈને પણ પદવીઓ ન ઘટે. પદવીઓનાં પરિણામ બુરાં જ સમજવાં.'

બીજી દરખાસ્ત પડીઃ તો પછી એકલા સ્વામીજીને આ સમાજના 'પરમ સહાયક' સ્થાપવા.

સ્વામીજી કહે 'તો પછી પરમ પિતા પરમેશ્વરને ક્યા પદે સ્થાપશો ? પરમ સહાયક તો એ એક જ છે. મારું નામ લખવું હોય તો ફક્ત અદના સહાયકોના પત્રકમાં જ લખજો.'