પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮ ]

કલમની પીંછીથી



આ દાળીઆનો તમારો ભાગ રાખ્યો છે તે. આ દાળીઆના લાડવાનો કટકો. દાદાજીને લાડવો કરી. દીધો હતો. એને લાડવો બહુ ભાવે.”

બાપા કહેશે, “ હા, એલા, અાજતો શકરવાર છે ને? શવો શકરવારીઓ આવ્યો લાગે છે. માળો જબરો છે, રેંકડી લઈને નીકળવું, છોકરાંને ફોસલાવવા ને દાળીઆ વેચી પૈસાદાર થવું.”

સૌ શવા શકરવારીઆનો વાંક કાઢતા જાય, દાળીઆની વાત કરતા જાય ને વળી પાછા આવતા શકરવારની વાટ જોતા જાય.