પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોવો ફીટર






“ફીટર એટલે એન્જિનમાં કામ કરનારો. ગોવો પહેલાંનો એવો એક ફીટર હતો પણ હમણાં એ ઘરડો થઈ ગયો છે. હવે એ હથોડા ઉપાડી નથી શકતો. હવે એ એન્જિનમાં કોલસા નાખી નથી શકતો. હવે એ એટલી બધી મહેનત કેમ કરી શકે ? હાથ પગ ઢીલા થઈ ગયા છે. આંખેય પૂરું કળાતું નથી.

ફીટરનો પગાર તો કેટલોક હોય તે બસો પાંચસોની મૂડી કરે? રળ્યું એટલું ખાધું અને ખાધું એટલું રળ્યો. પણ ઘરડો થયો એટલે મીલમાંથી