પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦ ]

કલમની પીંછીથી




રજા લઈને ઘેર બેઠો. હવે એણે કરવું શું ? જિંદગી અાખી લોઢામાં અને આગમાં ગાળી પણ દિ'તો ઈના ઈ રહ્યા. હવે એણે કરવું શું ?

ગેાવો બિચારો પંડોપંડ છે. એક બાયડી હતી તે તો મરી ગઈને છોકરુંછૈયું તો થયું જ ન હતું. તેાયે આ એકલા પંડને ખવરાવવું તો પડે ના. ? પેટ માગે એનું શું ?

ગોવાએ હમણાં એક હાટડી કરી છે. ઘાસલેટ, દીવાસળીના બાકસ, રેવડી, શીંગ, દાળિયા, મમરા, ગેાળ, એવું એવું ગોવો રાખે છે અને સાંજ પડ્યે બે પૈસા કમાય છે. આવી હાટડીમાં કમાણી તે શું થાય ને વળી આવા વખતમાં !

ગોવો કમાય એટલું ખાય ત્યારે માંડ પેટ ભરાય. વકરામાંથી ગોવો થોડોક લોટ લાવે, ડુંગળીના ગાંઠિયા લાવે, પાઈઅડધી પાઈનું મીઠું મરચું લાવે ને ગોવો રોટલાને ડુંગળીનું શાક ખાય. કોઈવાર તો એકલા રોટલાને મીઠું એ ખાવું પડે, કોઈવાર ગોવો ભૂખ્યો પણ પડ્યો રહે. વખતે લોટ ન હોય તે વખતે પોતે જ