પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોવો ફીટર

[ ૧૧ ]




માંદો હોય. એને ક્યો સગો લોટ આપે અને કઈ કાકી એને રોટલો ઘડી આપે ? હાડ હાલતાં હતાં ત્યાં સુધી 'ગોવો ફીટર ગોવો કીટર.' હાડ ખખળ્યાં અને ઘડપણ આવ્યું એટલે સૌ સૌને રસ્તે ! ગોવો બિચારો ગોવલો. એનું કોણ?

ગોવાને મેં ગઈકાલે હાટડીમાં જોયો.હું કેટલાયે વર્ષે ગામમાં આવેલો તે એને માંડ માંડ એાળખ્યો. પહેલાં તો એ હાટડીમાં ગગો કુરો રહેતો હતો. મને વહેમ પણ નહિ કે ગોવા ફીટરે હાટ માંડયું હશે.

અમે નાના હતા ત્યારે બાપાની સાથે રૂના જીનમાં જતા. બાપા અમને બધું સાથે રહીને બતાવતા. એન્જીનની કોઠી આગળ એક પારસી બેસતો. એને અમે ઈજનેર કાકા કહેતા. એનું નામ કેકુ હતું. અમે એને કેકુકાકા કહેતા. કેકુકાકા આરામ ખુરશીમાં બેસતા અને ફીટરોને હુકમ કરતા. હુકમ પ્રમાણે ફીટરો કામ કરતા. ફીટરોમાં ગોવો પણ હતો.

ગોવો તે વખતે પૂરા વીસ વર્ષનો. જરા જરા મૂછ આવેલી. શરીરે ઊંચો અને ધીંગો, હાથના