પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬ ]

કલમની પીછીથી




બિચારી કોઈનાં દળણાં પાણી પણ કરી શકતી ન હતી. માંડ કરીને રોટલા ઘડી આપે ને કળશા વાસીદું કરે.

વિઠલો મોટો થયો ને હથોડો હાથ બેઠો. વિઠલો નાના લાકડામાંથી મોટા લાકડા ફાડવા લાગ્યો. વિઠલો બેને બદલે ચાર આના કમાવા લાગ્યો. વિઠલો અને એની મા રોટલા અને શાક ભેળા થયા.

વિઠલો સાંજે પાછો આવે ત્યારે ફાટેલા લાકડાના છોડિયાં લેતો આવે, માને ચૂલો સળગાવી દે.. રોટલાનો લોટ કાઢી આપે. શાક સુધારી આપે અને દે લે કરે.

મા રોટલા ઘડતી જાય ને વાતો કરતી જાય. 'બાપાવિઠલા, જેવી ભગવાને નાખી એવી ઉપાડવી. તારા બાપ લાકડા ફાડી ફાડીને મરી ગયા પણ આપણે બે પાંદડે ન થયા. જો છો ના, આ ઘરમાં શું છે ? ઘંટી, તાવડી ને પાણીના માટલા સિવાય શું ભાળે છે ? પણ, વિઠલા, તારા બાપે એક છોડિયાં સરખાની ચોરી કરેલી નહિ. છોડિયાં લાવે ઈ એ પુછીને લાવે. વિઠલા, જોજે