પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માજી






હિ ઊંચા, નહિ નીચાં, એવાં એ માજી હતાં. માજી પાતળાં તો ન કહેવાય પણ એટલાં બધાં જાડાયે નહિ. એ ઉમ્મરે મોટાં હતાં પણ દીકરા વિનાના હતાં. એ માજી હતાં પણ કોઈ એને માજી કહે એમ નહોતું.

નાનું એવું ઘર હતું. ગામડાનું એ ઘર. નીચા છાપરાનું, માથે નળિયાવાળું, જુના કાટવળાવાળું તૂટેલાં નળિયામાંથી બારી વિનાના ઘરમાં