પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માજી

[૨૨]



ચાંદરણાં પડે એવું. ઘરની ભીંતે ગાર હતી ને ગારે પોપડાં કાઢ્યાં હતાં.

ઘરની ઘરવખરીમાં જૂની પેટી હતી. નાનો એવો હડફો [ઇસ્કોતરો] હતો. શીકું હતું. કોઠીઓ હતી. તૂટેલાં ફૂટેલાં માટલાં હતાં. અને ભાંગેલોતૂટેલો કેટલોય સરસામાન હતેા.

ઘર ડોશીનું હતું કે સામાનનું હતું એ તો ભગવાન જાણે પણ ઘર ડોશીનું જ હતું.

ઘરના ઉંબરાની એાલીકોર, ઘરની અંદર માજી બેઠાં હતાં. સોઢણીઆની જાતનું માજીએ એાઢણું ઓઢ્યું હતું. માજીના વર પચ્ચીસ વરસ પહેલાં દેવ થયાં હતાં. માજીનો વેશ વિધવાનો હતો.

મને થયું, માજી પાસે જાઉ ને વાતો કરું. મારી એવી એક ટેવ છે. આવું કોઈ મળે તો વાતો કરવી ને અનુભવનું ભણવું.

“માજી, કેમ છે ?”

“ ઠીક છે ને ભા.”