પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માજી

[૨૪]



મરી જાય, દીકરો મરી જાય, ભાઈથી નેાખા રહેવું પડે, કોડીઆ જેટલી એારડીમાં પડ્યા રહેવું પડે, એ બધું ડોશીને માટે જાણે કાયદા પ્રમાણે લાગતું હતું.

“માજી, આ રોટલો શેનો ?”

“ઈજ હું કહેતી'તી ને ખરકને ત્યાંથી આવ્યો છે."

“પણ આજ તો રામનવમી છે.”

“હા, એટલે તો વડીનું શાક ભાઈને ત્યાં મોકલ્યું ને આ રોટલો કૂતરાને નાખીશ."

મને થયું કે આ રોટલો પવિત્ર છે. દયાધર્મ સમજી ખરકે બાઈને આપ્યો છે કૂતરાને મળે કે હું ખાઉં એમાં વાંધો શું છે ?

“માજી, મને ખાવા આપશો ?”

“તમે શું કામ ખાઓ ભા?”

“મને ભૂખ લાગી છે. મારે તો રોટલો ખાવો છે. હું તમારે દીકરો છું, એમ ગણીને રોટલા ખવરાવો.”