પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૫]

કલમની પીંછીથી




માજી અવાક્ રહ્યાં, મેં રોટલો હાથમાં લીધો. માજી પાસેથી એક થાળી કાઢીને એમાં મેં મૂક્યો.

માજી કહે, “ લ્યો, શાક મંગાવું, ઓલ્યે ઘેર આપી દીધું છે તે.”

મેં તો લૂખો જ રોટલો ખાવાનું શરુ કર્યું.

ત્યાં તો બીજી બેનો ખાવામાં ભળી. ત્યાં તેા શાક આવ્યું, ત્યાં તો છાશ આવી, ત્યાં ખાંડેલાં મરચું ને મીઠું આવ્યાં, ત્યાં તો માજીએ જરાક માખણ હતું તે આપ્યું.

“માજી, માખણ કયાંથી ?”

“એ તે રોટલા હારે આવેલું છે.”

માજી તો બેઠાં જ હતાં. અમને ખાતાં જોઈને તાજુબ થતાં હતાં. ભાઈને ઘેરથી રોટલા ઉપર રોટલાં મંગાવતાં હતાં અને અમને ખવરાવતાં હતાં. ગાડાના પૈડાં જેવો રોટલો, જાડી રેડ જેવી છાશ, ખાંડેલું મીઠું ને મરચું અને તીખી આગ જેવી વડીનું શાક ! ખાધું પીધું ને હો... ઈઆ કર્યું.