પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નથુ પિંજારો






“કાં, નથુકાકા. હવે રૂ પીંજવા ક્યારે આવશો ? પાંચ ગાદલાં ભરવાં છે તે હવે આવોને !"

નથુ કહે: 'ભાઈ, કાલ આવું કાલ સવારે જરૂર !'

પણ , નથુની કાલ પડે નહિ અને નથુ ગાદલા ભરે નહિ.

નથુ ગામ સમ એક જ પીંજરો, એક પીંજારો તે પીંજરો પણ કામનો ઉસ્તાદ પીંજારો. ઉસ્તાદ તો ખરો પણ હાથનો પૂરેપૂરો ચોખો. રૂનું એક પુમડૂયે ન બગડે તો !