પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નથુ પીંજારો

[૩૧]




નથુકાકાને કામનો પાર નહિ ને દિ'ને દુકાળ. પણ નથુકાકા જીભના મીઠા અને કામે ઉતાવળા. 'કાલ્ય આવીશ, કાલ્ય આવીશ ' એમ કહેતા જાય અને એમ કરતાં એક સવારે આવીને ઊભા પણ રહે.

એક દિ' નથુકાકા આવ્યા ને આંગણામાં આવી ઊભા રહ્યા. 'એ આવ્યો છું બેન, ગાદલાં, ગોદડાં, ઓશીકાં જે ભરાવવું હોય ઈ ભરાવી લ્યો. ઘરેય નથી જાવું ને બારેય નથી જાવું. રમજુડાની મા ગઈ છે બહારગામ. બે ત્રણ દિ' હાથોહાથ છે. આ અહીં જ બપોર કરી લઈશ ને પાછો કામે વળગીશ.”

બાપા કહેશે: 'એલા નથુ, ડાહ્યો તો ખરો. આવું કરે તો અમને બહુ ગમે.'

બાપા કહેશે: 'એ ચાલો ક્યાં ગયા? હવે જ પીંજાવવું હોય, ભરાવવું હોય, ઈભરાવેા. એાલીએારડી ખાલી કરો ને ઈ નથુભાઈને સોંપી દ્યો.'

નથુ એારડીમાં તાંત ઉતારે. માથે બંધણું મૂકે ને જુનાં ગાદલાં ઉખેડવા માંડે.