પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રત્નો ભાંડ





મે નિશાળમાં ભણતા હતા. મોટા મહેતાજી લાંબી સેાટી લઈ ભણાવતા હતા. નિશાળમાં કલબલ કલબલ થતું હતું અને મહેતાજીઓ બરાડતા હતા.

એકદમ બેચાર છોકરા દોડતા આવ્યા અને મોટા મહેતાજીને કહે માસ્તર સા'બ માસ્તર સા'બ આપણા ડિપોટી સા'બ આવે છે. એ પણે દરવાજા આગળ દેખાય.

મોટા મહેતાજી હેબતાઈ ગયા. એકાએક ડિપોટીસાહેબ કયાંથી? એતો હાંફલા ફાંફલા થઈ ગયા.