પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૯ ]

કલમની પીંછીથી



હતા. છડીદાર છડી પોકારતો હતો. બાપુ બેઠા બેઠા બધું આનંદથી જોતા હતા. એટલામાં સળવળાટ થયો અને કચેરીને બીજે છેડેથી લોકો ઊઠવા લાગ્યા ને સલામ ભરવા લાગ્યા. ચારેકોર કાનમાં કાનમાં વાત થવા લાગી. “ગોરો આવ્યો છે.” “ગોરો આવ્યો છે.” “પ્રાંતનો શા'બ હશે.” “ મોટો શા'બ હશે.” દિવાન સુધીના બધા માણસો એકદમ ઊભા થઈ ગયા.

સાહેબ તો ટટ્ટારને ટટ્ટાર ચાલ્યો આવતેા હતેા. હાથમાં મોટી લાકડી, મોમાં ચિરૂટ, બગલમાં ટોપો અને રોફ તો ક્યાંઈ માય નહિ. અસલ ગોરો જ જોઈ લ્યો. ગાલ તો લાલ લાલ ટમેટા જેવા.

બધા ઊભા થયા પણ જ્યાં બાપુ ઊભા થવા જાય ત્યાં તો રત્નાએ મોઢામાંના બે મોટા દાંત બહાર કાઢ્યા. રત્નો એકદમ સલામ ભરી બોલી ઊઠ્યો: 'ખમા બાપુ, ખમા અન્નદાતા. ઘણું જીવો અમરસંગજી બાપુ.' આખી કચેરી રત્નાની સામે જોઈ રહી. રત્ના ભાંડે દિવાનશા'બ સુધીના સૌને ઊભા કર્યા. ખરો, રત્નો ભાંડ ખરો.

આવું આવું તો રત્નો કેટલુંયે કરે. મનમાં આવે એવો વેષ રત્નો કાઢે, અને બધાયને ભૂલમાં નાખે.