પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ ]
કલાપી
 


ત્યાં ઘૂ ઘૂ ઘૂ ગિરિ નભ મહીં ગાજતો નાદ આવે,
મોજાં તેના પ્રતિધ્વનિ તણાં ભેખડે આથડે છે;
વારિ કંપ્યું, ડગમગી ગયાં શૃંગ અદ્રિતણાં, ને
ત્રાસે ન્હાસે વનચર બધાં, કોઈ ધ્રુજી પડે છે. [૧]

પ્રકૃતિનાં આ સૌમ્ય અને રૂદ્ર સ્વરૂપનાં વર્ણનો પછી હવે એક પાત્ર–રમાનું વર્ણન જોઈએ—

આવે ગાયનના સ્વરો પિગળતા ચન્દા મહીં દૂરથી,
આવે કો સખી મંડલી રમતી ને ગાતી ભય હર્ષથી;
તેમાં ચમ્પકની બીડેલ કલીશી નામે રમા એકલી,
સો વચ્ચે અગિઆર વર્ષની હતી કન્યા ધીમી ચાલતી.
તેના મ્હોં પર ને નસેનસ મહીં ઉચ્ચાર ને ચાલમાં,
ક્ષત્રીઓ તણું ઉગ્ર દિવ્ય ઝળકી લોહી વહેતું હતું;
ઊંચે અષ્ટમીનો હતા જ્યમ શશી ફિક્કા કરી તારલા,
તેનું ભવ્ય લલાટ ભૂષણુ બધાં ફિક્કાં કરી નાખતું. [૨]

અને છેલ્લે એક દૃષ્ટાંત પ્રસંગનું—

સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,
અરર ! મૃગ બિચારો ઉછળીને પડે છે;
થર થર થર ધ્રુજે કન્યકા ત્રાસ પામી,
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને.
મૃગ હૃદય મહીં છે તીર લાગ્યો, અરે રે !
ખળખળ ઢળતું હા ! રક્ત ભૂમિ પરે એ!
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે, ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે. [૩]

કલાપીનાં કાવ્યમાં વારંવાર વચ્ચે સુક્તિઓ આવે છે. 'બિલવમંગળ' માં બન્યું છે તેમ કેટલીક વખત તે કંટાળા ભરેલ