પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૯૯
 


અને રસક્ષતિ કરનાર લાગે છે. પરંતુ એકંદરે તે કલાપીની લોકપ્રિયતામાં વધારો કરનાર બનેલ છે એ સ્વીકારવું જોઈએ. કવિતામાં વચ્ચે વચ્ચે ક્યાંક ચિંતનનાં ચિરસ્મરણય બિંદુઓ આવે તેથી કવિતાને લાભ જ થાય છે. જગતના શેક્સપીયર અને કાલીદાસ જેવા છેક કવિઓમાં પણ સૂક્તિઓ વારંવાર દેખાય છે, અને તેનાં જુદાં પુસ્તક પણ તૈયાર થયાં છે. કલાપીની આવી ચિરસ્મરણીય પંક્તિઓમાં મોટો ભાગ બે પંક્તિના અનુષ્ટુપોનો છે, ત્યારે કેટલીક ચાર આઠ લીટી જેટલી લાંબી પણ છે; જો કે એક પંક્તિમાં સૌથી વધારે ચોટ દેખાય છે.

સૌંદર્યો વેડફી દેતાં નાના સુંદરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં, સુંદર બનવું પડે[૧]

×××

અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં [૨]

આવાં દૃષ્ટાંત વધારે આપવાની જરૂર લાગતી નથી. કારણ કલાપીનાં કાવ્યના સાધારણ પરિચયવાળાઓને પણ તેમાંની સંખ્યાબંધ પંક્તિઓ મોંએ હોય છે. આ લોકજીભે ચઢી જવું તે લોઈપણ કવિ માટે જેવીતેવી સિદ્ધિ ન ગણાય.

કલાપી પોતાનાં કાવ્ય જેવી ઊર્મિ આવી તેવાં જ લખી નાખતા હતા એમ ઉપર કહેવામાં આવ્યું છે, તેનો અર્થ એવો નથી જ કે તેમનામાં કલાદૃષ્ટિ ન હતી, અથવા તે તરફ ઉપેક્ષાવૃત્તિ હતી. કલાપી પોતાનાં કાવ્યો માટે બેદરકાર નહતા. કલાપી કાવ્ય કેવી રીતે લખતા તે વિશે તેમના પોતાના શબ્દ આપણે ઉપર જોઈ ગયા. હવે તેમના મિત્ર રૂપશંકર ઓઝા તેમાં ઉમેરો કરે છે તે પણ જોઈએ.

[૩]કલાપી જેમ જેમ કડી પછી કડી ગોઠવતા તેમ તેમ સીસાપેનથી