પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૧૧૧
 

ઠેકાણે અસલની ખૂબીમાં વધારો પણ થયો છે, અને કેટલીક પંક્તિઓમાં જેવી ખૂબી આવી ગઈ છે તેવી ગોવર્ધનરામથી પણ લાવી શકાઈ નથી, છતાં એકંદરે 'જોગીરાજ,' કલાપીના 'પ્હાડી સાધુ’ કરતાં હદય પર વધારે સચોટ અસર કરે છે.

ગોવર્ધનરામના આ કાવ્યની શૈલિ અતિ સરળ અને સ્વચ્છ છે, તથા તેમણે પસંદ કરેલા 'ઓખાહરણ'ના રાગમાં તે એવી બંધબેસતી આવી જાય છે કે સાધારણ વાંચકને આ કાવ્ય 'સ્નેહમુદ્રા'ના કવિનું છે એમ કહીએ તો માની શકે જ 'કલાપી'નું કાવ્ય પણ તેનાં સર્વ કાવ્યો પ્રમાણે જ સરળ છે, છતાં અહીં ગેવર્ધનરામની સરળતા ચઢી જાય છે.

'પુષ્પ' માં શેલીના The skylark ની અસર પ્રત્યક્ષ છે, અને 'ફુલ વીણ સખે' હેરીકના કાવ્ય 'Gather rose buds while ye may' નો અનુવાદ છે. શેક્સપીયરના નાટક 'વિન્ટર્સ ટેઈલ'ના ચોથા અંકના ત્રીજા પ્રવેશમાં આવતા એક કાવ્યના કકડા પરથી 'પ્રેમીની મૂર્તિપૂજા'એ કાવ્ય રચાયું છે એમ 'કાવ્યમાધુર્ય'ના સંગ્રહકર્તા શ્રી. અંજારિયાએ વર્ષો પહેલાં કહ્યું છે. 'મ્હારૂં કબુતર’ એ કીટ્સના The Dove ને અને 'મધ્યમ દશા' એ કેર્યુના કાવ્ય 'Give me more love or more disdain’ નો અનુવાદ છે. આ સર્વે અને બીજા કેટલાંક કાવ્યોની સરખામણી આ લેખકે ઉપર દર્શાવેલ ત્રણ પુસ્તકોમાં વિસ્તારથી કરી છે. પણ એક કાવ્યનું મૂળ હમણાં જડી આવ્યું છે. 'હજુ એ મળવું' એ કાવ્ય બાયરનના When we two parted થી શરૂ થતા કાવ્યનો અનુવાદ છે.'[૧]

અનુવાદ વિશેની ચર્ચા બંધ કરતાં પહેલાં બે બાબતો વિચારવા જેવી છે તે જોઈ લઇએ. કલાપીએ કદી પણ અનુવાદને સ્વતંત્ર


  1. 1. One thousand and one Gems of English Poetry