પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨]
કલાપી
 

કાવ્ય તરીકે ખપાવવાને પ્રયત્ન કર્યો નથી. તે “પ્રિયતમાની એધાણું” એ કાવ્યનું શું સમજવું.

“આ કાવ્યને પ્રમથ “મૃતકુસુમ' એ નામ કલાપીએ આપ્યું હતું. જટિલને લખેલા પત્રમાં કલાપીએ લખ્યું છેઃ “મૃતકુસુમ એ મૃતબાલક નથી, પણ મૃતકુસુમ જ છે. દશ વર્ષ સુધી સાથે રહી શક્યું, કેમકે, પ્રિયાની તે પહેલા પ્રેમની ભેટ, એક પેટીમાં સાચવી રખાયેલું છે. પ્રિયા તો સ્વર્ગવાસી બની અને આ પહેલું કુસુમ પાંખડીઓ પાંખડીઓ સાથે ચોંટી જ ગયું છે અને આકાર માત્ર જ કુસુમ જેવું રહ્યું છે."

આ કાવ્ય ૨૫-૬-'૯૫ ના રોજ લખાયું. કુસુમ દશ વર્ષ સાથે રહ્યું એમ લખ્યું છે. તો તે પેટીમાં લગભગ ૨૫–૬-'૮૫ ની આસપાસ મુકાયું હોવું જોઈએ. કલાપીનો જન્મદિવસ ૨૬–૨–૭'૪. ત્યારે બાર વર્ષની વયે કલાપીએ પોતાની પ્રિયાની એંધાણી સાચવી રાખેલી અને તે પ્રિયા તે સ્વર્ગે ગઈ આ પ્રિયા કોણ? કચ્છ રોહા અને કોટડાની રાજકુમારીઓ સાથે તેમનાં લગ્ન તે ૧૮૯૦માં થયાં? કાંઈ સમજાતું નથી. પણ આ કાવ્યને મિસિસ બ્રાઉનિંગના કાવ્ય A Dead Rose સાથે સરખાવો. થોડા ફેરફાર સાથે તે અંગ્રેજીનો ભાવવાહી અનુવાદ જ લાગશે. ત્યારે કલાપીએ જટિલને આમ શા માટે લખ્યું? એ પ્રશ્નનો જવાબ શોધવાનું વાંચકોને જ સોંપી દઈને હવે બીજી બાબતને વિચાર કરીએ.

અપહરણના અતિ ઉત્સાહમાં આવી જઈને કલાપીના ઉપર એ આરોપ મૂકતાં ઘણો વિચાર કરવા જેવું છે, કે આપણે આ મહાન આત્માને અન્યાય તે નથી કરતા?

સ્વ. નરસિંહરાવે કલાપીના કાવ્ય “'જ્યાં તું ત્યાં હું' ને 'અપહરણનો ઉત્કૃષ્ટ નમૂનો' કહી લખ્યું છે કે, 'આ કાવ્યનાં “પ્રસંગઅંગો 'સ્નેહમુદ્રા'માંના કલાપીએ લગભગ શબદશ: અને