પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ ]
કલાપી
 

"સ્વ. બાલાશંકરનું 'સ્નેહાલાપ'નું કાવ્ય આ જ વૃતમાં છે અને જાણીતું છે. શૈલી અને ભાવ બન્નેમાં ઘણે અંશે સમાન છે. બાલાશંકરની ઉન્મત્ત મસ્તી જો કે આ કાવ્યમાં નથી, પણ તેની ચારુતા, તેની મધુરતા, તેની પ્રણયમયતા અને તેની કલા તો આમાં સર્વાંશે છે." એટલે કે, કલાપીએ આ કાવ્ય બાલાશંકર પરથી લીધું એમ જ, પણ નરસિંહરાવની જેમ 'અપહરણ' શબ્દ નહિ પરંતુ ખરું જોતાં એ સર્વનું મૂળ ઉપર દર્શાવેલ અંગ્રેજી કાવ્ય છે.

વળી કલાપીના સાહિત્ય ઋણ વિષે બોલતાં એક વસ્તુ જણવવાની જરૂર છે. કલાપીમાં મહાન્ કવિઓમાં જ દેખાતી પ્રબળ કલ્પના શક્તિ હતી, એના પુરાવાઓ તેમનાં કાવ્યોમાંથી મળી આવે છે. કાલિદાસને નાયિકાના વિયોગના સંતાપને નાયક ચિત્રદર્શનથી ( કે સ્વપ્નદર્શનથી પણ ) શમાવી શકતો નથી, એ વિચાર બહુ ગમી ગયો લાગે છે. તે તેમણે ત્રણ જગ્યાએ દર્શાવ્યો છે. 'મેઘદૂત'માં યક્ષ મેઘ સાથે પોતાની પત્નીને કહાવે છે:

કાઢી તારી છબી રીસઇને લાડતી, હું શિલામાં,
પોતાને ત્યાં ચિતરૂં, ચરણે વંદતો તેટલામાં;
આંસુ આવી નયન ભરતાં, દૃષ્ટિને રૂંધી લે છે,
ના એવા દે તુજ નયનને, કૂ ર એ વિધિ છે.[૧]

***

ઉજાગરે નહીં એનો પામું સ્વપ્ને સમાગમ;
આંસુ વ્હેતાં થવા દેતાં ના ચિત્રે પણ દર્શન.[૨]

***

દરસન થવું સ્વપ્ને શાનું જ ? નિંદ નર્યો હરે,
વિષમ શરનાં શલ્યો સાલી નિરંતર અંતરે.


  1. ૧. શ્રી કીલાભાઈ
  2. ૨. શાકુન્તલ : શ્રી બલવંતરાય ઠાકોર