પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૨૧
 


છે: 'ગીતાનો ત્રીજો અધ્યાય મ્હેં હમણાં જ શરૂ કર્યો.. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય–થી [૧]શરૂ થતો છઠ્ઠો શ્લોક એ શું મ્હારા પર અને મ્હને લાગે છે, કે દુનિયાના મોટા ભાગ પર એક સખ્ત ઝપાટો નથી ? અને પછી તુર્ત જ એ મહા યજ્ઞનો વિચાર ! એ યજ્ઞ ! હું કોઈ પણ રીતે, મ્હને તે વાંચ્યા પછી શું થાય છે, તે સમજાવી શકતો નથી ! કેટલી બધી પામરતા ! અને એથી પણ વધારે કેટલો બધો સ્વાર્થ : અને એ બધું હૃદયમાં સળગી ઊઠતાં, તે એક મ્હોમાં–પ્રભુ જાણે કેટલી બધી આસક્તિ ! આપ જે સ્થૂલની વાત સમજાવવા માગો છો તે ગીતાના થોડા શ્લોકે મને સમજાવી છે. અને દીન બનાવી દીધો છે...... જે શરીર વૃદ્ધ થઈ જશે તેમાં આત્માના પ્રેમથી જૂદી જ એવી–પણ મ્હારા હદયને-સ્થૂલ કહો કે જે કહો તે-કેટલી બધી લાગણી છે ![૨]


'બિલવમંગળ' માં નાયિકાના મુખેથી કહેવડાવ્યું છે :

'મ્હારા વ્હાલા ! સુર ! હૃદયથી, દાસ તું ઈશનો થા.'૩[૩]

અહીં 'સુર' ને અર્થ માત્ર સુરદાસ લેવાને બદલે 'સુરસિંહ' પણ કેમ ન લઈએ ?

'ભરત’ વિશે કલાપીએ કહ્યું છે તે જ પ્રમાણે તેમના વિશે પણ કહી શકાય કે—


  1. ૧. કર્મેન્દ્રિયો નિરોધી જે મનથી સ્મરતો રહે,
    વિષયોને, વિમૂઢાત્મા મિથ્યાચારી ગણાય તે.
  2. ૨. સરખાવો :
    શું છે હુંમાં ? સુખરૂપ તને દેહ આ ના થવાની,
    વ્હાલા, તેને મરણ પછી તો કાષ્ટમાં બાળવાની. – 'બિલ્વમંગળ'.
  3. ૩. કલાપીનું કાવ્ય 'સુદર્શન'માં 'તુલસી' ના મથાળા નીચે પ્રસિદ્ધ થયું હતું. કાન્તે 'કેકારવ' માં તેનું નામ ફેરવી 'બિલ્વમંગળ' મૂક્યું, કારણ એમાં વર્ણવેલ પ્રસંગ તુલસીદાસના કરતાં બિલ્વમંગળના જીવનને વધારે મળતો છે. આ સમયે કાન્તે મૂળની “મ્હારા વહાલા