પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ ]
કલાપી
 

'રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝુલતું હતું,' અને છેવટે એ હૈયું 'બિવમંગળ’ની માફક રાગ છોડી ત્યાગ સ્વીકારવા તૈયાર પણ થયું હતું, એટલામાં તેના મહાન માલિકનું અવસાન થયું.

આવી જ રીતે કલાપીને 'હમીરજી' લેખકની પ્રતિકૃતિ છે એમ બતાવી શકાય,

કલાપી કવિ તરીકે જેવા સફળ હતા તેવા જ ગદ્યલેખક તરીકે પણ હતા. તેમની પ્રથમ કૃતિ 'કાશ્મીરને પ્રવાસ' વિશે શરૂઆતમાં કહી ગયા. તેમની અન્ય સફળ ગદ્યકૃતિઓ એટલે તેમના 'સંવાદો', 'સ્વીડનબર્ગના ધર્મવિચાર' અને તેમના પત્રો 'સંવાદો' માં પણ તેમની આત્મકથાનાં અશો આવે છે. “સ્વીડનબર્ગના ધર્મવિચાર' માં પણ તેમણે પોતાના પ્રશ્નને જ મધ્યસ્થ રાખીને ચર્ચા કરી છે. પણ તેમના પત્રો તો તેમની અપ્રાપ્ત આત્મકથાનું [૧]જ સ્થાન લે તેવા છે. તે દ્વારા તેમના આ મહાન હૃદયમાં અવગાહન કરી વાંચક અલૌકિક પવિત્રતા પ્રાપ્ત કરે છે. સંતના હૃદય જેવું પાવનકારી બીજું તીર્થ કયું છે ?


    હૃદય! તુલસીદાસ તું રામનો થા' એ પંક્તિ પણ ફેરવીને ઉપર પ્રમાણે મૂકી. પણ મ્હારા વક્તવ્યમાં આથી કાંઈ જ ફેર પડતો નથી. 'તુલસી' કહીને પણ કવિ પોતાની જાતને જ સંબોધતા હતા, અને ‘કાન્ત’ ના ફેરફારથી તેમાં શ્લેષ આવ્યો.

  1. ૧. “હું autobiography (આત્મજીવન) હાલ લખું છું.' કાન્તને પત્ર (૧-૮-૯૭) 'કલાપીના પત્રો'