પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ ]
કલાપી
 

તેનાં અનેક દૃષ્ટાંતો મળે છે. આનંદરાય દવેને તેઓ ઘી પીવાની સલાહ આપે છે. ઉપર ઘીના લાડુ ચઢાવીને ખૂબ ઊંઘ્વું, અને નહિ તો ઇચ્છા હોય તો લાઠીની પાડોશમાં જ આવેલ બગસરાનો ચોફાળ મોકલી આપવા પણ તેઓ તૈયાર હતા. [૧]

સરદારસિંહજીએ કાંઇ મંગાવવાનું લખ્યું હશે તેના જવાબમાં કલાપીએ ભમરડો લેતા આવવા કહ્યું અને તે નહિ તો પછી તેમના પ્રોફેસરના છોકરાંને આપતા હતા તેવું દીવાસળીનું બાકસ પણ ચાલશે. [૨]અને, આ ઊંડી ચિંતા અને ગંભીર ચિંતનમાં મગ્ન રહેનાર રાજવી કવિ કોઇ વાર રમૂજમાં આવી જઈ આવાં વિનોદી જોડકણાં પણ જોડતાઃ

ભોજન આજ જમ્યા જે અમો, [૩] તેનું વર્ણન સુણજો તમો;
બાબાં બ્હેને કીધું શાક, શું સુંદર છે તેનો સ્વાદ !
સાકરની રોટી જે સાર, તેમાં તસ્દી લીધી અપાર;
માજીએ પ્રેમે પીરસ્યું. તેથી સ્વાદ વિશેષે ગણું,
મોકલશે હવે ચંદન પ્રાણ, તેનાં શું હું કરૂં વખાણ !
ચોપડજે પ્હેલાં તે તું, શેષ રહેલ લગાડીશ હું.
વિજયાનું પછી થાશે પાન, પ્રિય દર્શનનું મળશે ભાન;
સાંજે દેવી દર્શન થાય, દૂર દુઃખ વિપત્તિ જાય.

[૪]કલાપી એટલા બધા પ્રેમાળ હતા કે કોઈને વઢવું પડે તો સામા માણસને દુઃખ થાય તેના કરતાં તેમને પોતાને જ વધારે દુઃખ થતું હતું, અને તેથી જેને વઢવું પડ્યું હોય તેના કરતાં તેમને પોતાને જ વધારે શિક્ષા થતી હતી. તેથી તે જે કાંઈ કહેવું હોય તે લખીને જ આપતા. [૫] અને ન છૂટકે જ મોંની વાત રાખતા. તેમણે પોતાને માટે સિદ્ધાંત રાખ્યો હતો કે 'કાન આંખ ઉઘાડા અને મ્હોં બંધ.' પછીથી કેટલાક અનુભવોને પરિણામે તેમને આ સિદ્ધાન્તમાં ફેરફાર


  1. ૧ 'શ્રી કલાપીની પત્રધારા' પૃ. ૩૮૫
  2. ૨ એજન, પૃ. ૩૧૪
  3. ૩ રાજબા સાહેબ (રમા)ને પત્રઃ 'શ્રી. કલાપીની પત્રધારા'
  4. ૪. 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૩૧૮
  5. ૫. એજન, પૃ. ૨૪૩