પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ ]
કલાપી
 

પણ તેથી યે વધારે મોટું અને ખરું કામ તો ડૉ. મૅકોનૉકીનું સર્ટિફીકેટ મેળવવાનું હતું.

એક બાજુ આંખો ખરાબ હોવાથી વંચાતું નહિ, અને બીજી બાજૂ સાંસારિક ઉપાધિઓ એ બન્નને કારણોથી કલાપી હવે કૉલેજ છોડવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. પણ ‘ભાભો’ એમ સહેલાઈથી માનતો ન હતો. તેથી તેમણે ધોરણસર ઉપાય લેવાનું નક્કી કર્યું. ‘મુંબઈ જવું એ સારૂં છે કે નહિ તેનો વિચાર મેં ને પરમમિત્ર શિવસિંહજીએ પૂરેપૂરો કર્યો છે. તો આખરે એમ નક્કી થયું છે કે ત્યાં જવું, અને ત્યાંથી ડૉક્ટર પાસેથી સર્ટિફીકેટ લેવું, અને એક રિપોર્ટ કરાવવો કે હવે મારાથી વંચાતું નથી તેથી કોલેજમાં જવું નકામું છે. આવી જ રીતે અને આજ ડૉક્ટરના[૧] આવાજ રિપોર્ટથી બે કુંવરો કોલેજમાંથી છૂટ્યા છે. મને વિચાર થાય છે કે જો હું કાંઈ નહિ કરૂં ને મૅકનૉટન ઉપર આધાર રાખીશ તો મારે કોલેજમાં એક વર્ષ રહેવું પડશે.’ ( તા. ૨૬ ઓગસ્ટ ૧૮૯૦ )

આ પછી એક વર્ષે ઈ. સ. ૧૮૯૧ના ઑગસ્ટની ૧૪મી તારીખે તેમણે કૉલેજ હમેશને માટે છોડી.

રાજકોટ નિવાસના છેવટના ભાગમાં, આંખો ખરાબ હોઈ વંચાતું ન હતું ત્યારે, ત્યાંના અત્યારના પ્રસિદ્ધ વકીલ શ્રી. હરિશંકર પંડ્યાએ તેમના ‘રીડર’ તરીકે કામ કર્યું હતું. તેથી કલાપીને બેવડો લાભ થયો. થોડું ભણેલ કલાપીએ વધારે ભણેલ પંડ્યા પાસેથી વંચાવીને જ્ઞાન મેળેવ્યું તેથી તેમને સમજાયું પણ સારી રીતે અને આંખો ખરાબ હોવા છતાં તેમનો વિશાળ અભ્યાસ ચાલુ જ રહ્યા.

કૉલેજમાં હતા તે સમયની એક રમૂજી હકીકત કલાપીના લાંબા સમયના સહવાસી ભાનુશંકર રૂપશંકર ઓઝાએ કહી છે.

“કલાપી બાળક હતા ત્યારે કોઈ પશુ પંખીનો સ્વર સાંભળે


  1. ૧ ડૉ. મેકોનૉકી.