પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[ ૨૧
 

અને ગાડી તથા એકા મારફત બારામુલ્લા પહોંચ્યા અને ત્યાંથી કિસ્તીઓ મારફત ૩૧મી ઓકટોબરે શ્રીનગર પહોંચ્યા.

કાશ્મીરની ઠંડી ઋતુ આપણા જેવા ગુજરાતીઓને ગભરાવી નાખે એ સ્વાભાવિક છે. તેથી આપણા પ્રવાસીઓ જેમ બને તેમ વહેલા કાશ્મીર પહોંચી જવા માગતા હતા, પણ વાઈસરોયની મુલાકાતને લીધે તેમને આ પ્રમાણે દસ દિવસ રાવળપીંડીમાં રોકાઈ રહેવું પડ્યું. આ સમયે તેમની માનસિક સ્થિતિનો અને તૈયારીનો ખ્યાલ કલાપીના પત્રો ઉપરથી બરાબર આવે છે. વળી રાવળપીંડીથી શ્રીનગર સુધીના મુશ્કેલી ભરેલા પ્રવાસનો ઉલ્લેખ પણ રાવબહાદુરના અહેવાલમાં નથી. પણ કલાપીના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ પત્રોમાં તેનું વિસ્તૃત વર્ણન મળે છે; એટલે તેમાંથી થોડુંક જોઇએ.

“હજી અમે કાશ્મીરમાં ગયા નથી. પરમ દિવસે સવારના ચાર વાગે ચાલશું. પાંચ દિવસ શ્રીનગર પહોંચતાં થશે કે વધારે એાછા, તે લખી શકાય નહિ. કારણ કે વહેલા મોડા પહોંચવું તે ઋતુના હાથમાં છે. બરફ પડવો શરૂ થઈ ગયો છે. વળી નાની હોડીમાં બેસી જવું તેથી તોફાન થાય તો કિનારે ઉતરી પડવું પડે. તંબુ છ સાથે છે, તેથી જ્યાં ઉતરીશું ત્યાં માત્ર તંબુ ઉભા કરતાં સુધી જરા ઠરવું પડે; પછી હરકત નથી. 'બરફમાં ઝાઝું રખડવું નહિ,' એ ખરું પણ બરફ પરજ જવું છે, એટલે એમાં બીજો ઉપાય નથી. લાકડાના મોટા ભડકા કર્યા કરશું, તંબુમાં સગડીઓ રાખશું, અને ગરમ કપડાં પહેરી પડ્યા રહેશું, અને ફરવા જશું ત્યારે નીચે ગરમ કપડાં પહેરશું, ઉપર રબરનાં કોટ, પાટલુન અને માથા પર એક સાહેબ જેવી ગરમ ટોપી, તે પર રીંછના વાળની બીજી કાન, ગાલ, ગરદન ઢંકાઈ જાય, અને માત્ર આંખ ઉઘાડી રહે એવી ટોપી, અને તે પર સખત કરા અથવા બરફના પાણા પડે તો પણ માથામાં ન લાગે એવી લોઢા જેવી ત્રીજી ટોપી મૂકીશું. અને પછી જ્યાં જવું હોય ત્યાં જશું. પગમાં ગરમ મોજાં