પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[૨૫
 

ચાલી બંગલે પહોંચ્યા. કાઈ ગયા હતા. ટાઢ વાય. રસ્તામાં વાદળાંથી ભીંજાઈ ગયા હતા. ઓઢવાનું કાંઈ ન મળે. એકાવાળાને એકને રસ્તામાં ટાઢથી તાવ આવ્યો. તેથી બધા એકા પાછળ રહ્યા. સામાન પણ એમની સાથે રહ્યો. અગાડી રામો અને ત્રણ માણસ અહિં આવ્યા હતા. એમણે ચ્હા તૈયાર રાખ્યો હતો તે પીધો અને ઉની રસોઈ જમ્યા. પણ ટાઢનું શું કરવું? રાતના બાર વાગે એકા આવ્યા. એકા પણ જ્યાં અમે રોકાણા હતા ત્યાં રોકાયા. અમે ત્યાં એક માણસ મોકલ્યું. તેણે બધા માણસને રસ્તો બતાવ્યો. વશરામ ખવાસ અને બધા ધ્રુજતા ધ્રુજતા આવ્યા. રાતના બાર વાગે સગડી કરી. ધડકી અને બે રગ ઓઢી સુઈ ગયા. સવારે આઠ વાગે ઊઠ્યા. હમણાં પોણા દસ થયા છે. સવારે અગીયાર વાગે ચાલવું છે. હવે વળી એથી પણ વધારે ખરાબ રસ્તો છે. જે થાય તે સારા માટે જ. આ બધી મુસીબતોની વાત જુદી. પણ દેખાવો તો સ્વર્ગ જેવા જ છે. જ્યાં ત્યાં પાણીના ધોધ, રસ્તામાં ઝાડની ઘટા, સરૂના ઝાડ ઘુઘવ્યા કરે છે. અહિં ચારે કોર બરફથી ચળકતી ટેકરીઓ દેખાય છે. અહિં રૂના પોલ જેવો બરફ રાતે પડે છે. અમે બે દિવસથી નાહી શક્યા નથી. મેં એક ડઝન કપડાં પહેર્યાં છે, તો પણ હજુ ટાઢ બહુ વાય છે. બરફ કોઈ વખત વાદળાંથી આસમાની દેખાય છે. કોઈ વખતે ગુલાબી, અને કઈ વખતે સફેદ કાચ જેવો દેખાય છે.' [૧]

અમે મરીથી ચાલી અહિં બિલકુલ ખુશીથી પહોંચ્યા છીએ. કાલ અમારાથી દોઢ વાગે ચલાણું, તેથી અહિં સાંજના સાડા સાત વાગે પહોંચ્યા છીએ. અમારા માણસો બધા એકામાં હતા. તેથી મજૂર પાસે સામાન ઉપડાવી અમે ડાક બંગલે આવ્યા. અહિં ગાડી આવી શકે તેમ નથી, તેથી ચાલતા રાત્રે અહિં આવ્યા. આ બંગલો જ્યાં ગાડી ઉભી રહે છે ત્યાંથી બહુ દૂર નથી, તેથી કાંઈ હરકત આવી નથી. રસ્તો બહુ જ વિકટ છે, અને બધું ઉતરાણ છે.

  1. ૧. મરીહિલ, માઉન્ટ પ્લેઝંટ, તા ૨૪-૧૦-૯૧.