પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ ]
કલાપી
 


તા. ર૪મી નવેમ્બરે બે વાગ્યે હરદ્વાર પહોંચ્યા. ત્યાર પછી તુર્ત જ મુંડન કરાવી ગંગાજીમાં નાહીને શ્રાદ્ધ કર્યું. આ દિવસે કલાપીએ ઉપવાસ કર્યો હતો.

મુસાફરીની અસર કલાપીના શરીર ઉપર થઈ હતી. તેમને તાવ અને ઉધરસ જણાતાં હતા. તે હરદ્વાર આવ્યા ત્યારે મટી ગયાં હતાં, પણ હજુ સળેખમ હતું, અને તેમાં વારંવાર ઠંડે પાણીએ નાહવું પડતું હતું તેથી સુધારો થતો નહોતો. છતાં તા. ૨પમીએ કલાપીએ સવારમાં ગંગાજીમાં સ્નાન કર્યા પછી, હરદ્વારનાં છ તીર્થમાં છ વખત સ્નાન કર્યું હતું.

નવેંબરની ૨૭મી તારીખે દિલ્હી પહોંચ્યા. ત્યાંનાં જોવા લાયક સ્થળોની મુલાકાત લઈ બીજી ડિસેંબરે મથુરા ગયા. દિલ્હીમાં કુતુબમિનાર, હુમાયુની કબર, જુમામસીદ વગેરે સ્થળો જેમાં, તે સમયે પણ કલાપીના મનમાં તો પ્રણયના વિચારો જ ઘોળાયા કરતા હતા. અને તેને પરિણામે નીચેનું સુવર્ણવાક્ય નીકળે છેઃ 'સાચી પ્રીતિનો રસ્તો દુર્ઘટ છે. ઈશ્વર મળવો સહેલો છે, પણ મહોબતવીર મળવો કઠિન છે.'

મથુરા, ગોકુલ, વૃંદાવન, ગોવર્ધન વગેરેમાં મંદિરમાં જઈ દર્શન કર્યાં. કુમારશ્રી (તે સમયના) ગીગાવાળાનાં માતાપિતાએ એવી બાધા રાખી હતી કે મથુરાના બલદેવજીના મંદિરમાં દર્શન કરાવ્યા પછી તેમનું નામ પાડવું. તે પ્રમાણે શ્રી. ગીગાવાળાએ કેટલીક ધાર્મિક ક્રિયાઓ બલદેવજીના મંદિરમાં કરી અને તેમને વાજસૂરવાળા એવું નામ આપવામાં આવ્યું. આ બાબત તેમણે એજન્સીને રીતસર ખબર પણ આપી હતી.

૮મી તારીખે બપોરના ત્રણ વાગ્યે મથુરા છોડ્યું અને છ વાગ્યે આગ્રા પહોંચ્યા. અહિં તેમણે સૌથી પ્રથમ ભરતપુરના મહારાજએ જેના મિનારાઓને નાશ કર્યો હતો તે અકબરની કબર જોઈ. વળી શાહજહાંનને કેદમાં નાખવામાં આવ્યો હતો તે સ્થળ પણ કલાપી જેવા કવિ જોયા વિના કેમ રહે? અમરસિંગ દરવાજો જેમાં થઈને