પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[૩૩
 


ર૯મી તારીખે મ્હૈસૂરના મહારાજા જે બંગલેર હતા તેમની મુલાકાત થઇ. મહારાજાએ બન્ને કુમારો સાથે ઇગ્રેજીમાં લાંબા સમય સુધી વાતો કરી અને તેમને મ્હૈસૂર આવવાનું નિમંત્રણ આપ્યું.

પહેલી માર્ચ સવારના સાત વાગ્યે કોલરની સોનાની ખાણો જોવા માટે નીકળ્યા, અને ત્રણ કલાકમાં કોલર સ્ટેશને પહોંચી ગયા. ત્યાં નાસ્તો કરવા રોકાઈ એક વાગ્યે ખાણો પાસે આવી પહોંચ્યા, કારણ ખાણો સ્ટેશનથી દસ માઈલ દૂર છે. અહીં ભોમિયાની મદદથી તેમણે ખાણામાંથી સોનું કેમ ખોદી કાઢવામાં અને સાફ કરવામાં આવે છે તે જોયું. વળી તેમણે જાણ્યું કે સોનું કાઢનાર કંપનીને માસિક દોઢ લાખ રૂપિયાનું ખર્ચ થાય છે, અને તે ૪ લાખ રૂપિયાનું સોનું કાઢે છે. તેમાંથી મહેસૂર રાજ્યને પાંચ ટકા પ્રમાણે રૉયલ્ટી આપે છે.

મહારાજાના નિમંત્રણને માન આપી સર્વ બીજી માર્ચે મ્હૈસૂર ગયા. અહીં સ્ટેશન ઉપર રાજ્યના અમલદારોએ તેમનો સ્ત્કાર કર્યો અને 'જગન્મોહન' બંગલામાં ઉતારો આપ્યો. અહીં તથા રામનદના જમીનદારને ત્યાં જે મહેમાનીનો પરિચય થયો તે કાઠિયાવાડની અત્યંત વખણાયેલી પરોણાચાકરી કરતાં પણ વધારે હતી. તે સમયના મહારાજાનું નામ ચામરાજ વાડિયાર હતું. તેમણે ૩જી માર્ચ ૧૮૯૨ના રોજ પોતાનો ૨૯મો જન્મદિન ઉજવ્યો. તેમને એક જ રાણી હતી, અને તેનાથી તેમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ એમ પાંચ સંતાનો થયાં હતાં. સૌથી મોટા કુમાર કૃષ્ણરાજ આ સમયે ૭ વર્ષના હતા.

મ્હૈસૂરથી થી ૪ માર્ચે નીકળી ટીપુની રાજધાની શ્રીરંગપટ્ટમ અને બૅંગલોર થઈ ૬ઠ્ઠી તારીખે ધારવાડ આવી પહોંચ્યા. ધારવાડમાં આ વખતે ભાવનગરના કુમાર ભાવસિંહજી (પાછળથી મહારાજા ભાવસિંહજી) અને કોલ્હાપુરના મહારાજ અભ્યાસ કરવા માટે રહેતા હતા. કલાપીને સ્ટેશન ઉપર લેવા માટે ભાવસિંહજી જાતે આવ્યા