પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજવી કવિનું ગૃહજીવન
[ ૪૧
 

તેમાં બાળક શોભના પ્રત્યેના વાત્સલ્યભાવે પણ મોટો ભાગ ભજવ્યો હતો.

બીજો પ્રશ્ન એ થાય તેમ છે કે કલાપીનાં શરૂઆતના કવિતા લખવાના પ્રયાસો આવા નબળા હતા, તો થોડા જ સમયમાં તે સારાં કાવ્યો કેવી રીતે લખી શક્યા ? તેનો વિસ્તારથી જવાબ તો કલાપીનો કવિ તરીકે વિચાર કરીશું ત્યારે આગળ ઉપર આપવાનો રહેશે, પણ હાલ તુર્ત એક બાબત કહેવા જેવી લાગે છે. કલાપીના ગદ્યમાં ઘણી શક્તિ હતી એવું તો આ શરૂઆતના પત્રોમાં પણ દેખાય છે, અને પછી જ્યારે તેમણે છંદો ઉપર કાબૂ મેળવ્યો ત્યારે આ જ શક્તિ તેમને કામ લાગી. આ સમયના પત્રમાંથી આવા થોડા નમૂના, આ પ્રકરણ સાથે જ સંબંધ રાખે તેવા વિષયના, અહીં તેથી આપું છું.

રમા વિશે લખ્યું છે : ‘જેને મારા હૃદયમાં જ હું રાખું છું, જેને દુઃખે દુઃખ ને જેને સુખે સુખ માનું છું, જેને માટે મેં મારો વિદ્યાભ્યાસ ને સરસ્વતી સેવના મૂકી, જેને માટે હું હંમેશાં દુઃખી રહ્યો, જેને માટે મેં મારી તંદુરસ્તીનું બલિદાન આપ્યું, જેને હું મારો પ્રાણ ગણતો, જેને મારી વાત કરવાની જગ્યા, મારી ખુશાલીનું ઠેકાણું, મારી દિલગીરી ને શોક કાપવાનું હથિયાર ગણતો વગેરે.[૧] અહીં કાદંબરીની અસર દેખાય છે. અને કાદંબરી એ તો ગદ્યકાવ્ય જ છે ને ? આવું જ બીજું દૃષ્ટાંત :−

‘હવે મારા મનમાં, હૃદયમાં, શરીરમાં અને રૂંવાટે રૂંવાટે દુષ્ટ મદનના શરખૂતી ગયાં છે, જે મને દિનરાત ચેન પડવા દેતા નથી; જેણે મને દિવાનો બનાવી દીધો છે, જે મારા સુખને આઘું ઘસરડી જાય છે, ને જે મારા મન પર બેહદ બોજો મુકી મુંઝવી દે છે; હવે તે બાણથી ભાગી હું ક્યાં જાઉં ? તે બાણ ન લાગે તેવો શું ઉપાય


  1. ૧ તા. ૧૦–૭–૯૦
    ૨ તા. ૨૭–૭–૯૦