પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ ]
કલાપી
 

આનું કારણ માત્ર નીતિ જ હશે કે બીજા કારણો પણ તેમાં ભળેલાં હશે એ વિશે વિચાર કરતાં કલાપીને યોગ્ય રીતે જ સમજાતું હતું કે રમા, મિત્રો, કીર્તિ, લાંબા સમયથી એને પાપ માનવામાં આવે છે એ ટેવ, અને શોભનાને ચાહવાથી રમા કદાચ હૃદયમાંથી નીકળી જશે એ ભય એ સર્વે કારણે પણ હૃદયને પાછું પાડવામાં નીતિની ઉત્કૃષ્ટ ભાવનાને મદદ કરતા હતા. અહીં જણાવવું જોઈએ કે, કલાપીએ છેવટે એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પ્રેમમાં સર્વ નીતિ સમાઈ જાય છે, અને હૃદયના ઐક્યમાં શરીરનો સ્થૂલ સંબંધ પણ પુણ્યરૂપ જ બની રહે છે.

(કાન્તને પત્ર તા. ૧૧-૧૨-૯૭)
 

પણ પ્રેમ પોતાનું બળ અજમાવ્યે જ રાખતો હતો. તે કહેતો હતો

ફુલ વીણ સખે, કુલ વીણ સખે,
હજુ તો ફુટતું જ, પ્રભાત સખે ?
અધુના કલી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે !'[૧]

પરંતુ પ્રેમ જો આ પ્રમાણે કહેતો હતો, તો સમાજ, મિત્રો, સલાહકારો બીજું જ કહેતા હતા.

[૨]એકને ચાહતું તેણે બીજાને નવ ચાહવું!
એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!

આની સામે પોકાર કરતાં કવિ કહે છે: 'કબુલ છે કે દરેક ધારો કાંઈક હેતુપૂર્વક જ થયો હશે, પણ એ મદદ કરનાર ધારો જ કાંટાની માફક સમય જતાં ખેંચનારો બની જાય છે. હું એક વખત રમાનો જ હતો, અને તે સમયે હું હૃદયપૂર્વક જનોના ધારાનું સેવન કરતો હતો. અને અત્યારે કે હું તારો પહેલાં હતો તેના કરતાં