પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[ ૫૫
 


સ્પર્શે ગોળા પણ અડી શકે એક બિન્દુ જ માત્ર,
આલિંગે છે હૃદય પણ તે બિન્દુએ એક માત્રઃ
મારો તારો નકી નકી હતો એજ સંબંધ વહાલી !
ના લાંબો કે દૃઢ પણ નહીં ! તૂટતાં શી નવાઈ ?

××××

તુમાં હુંમાં બહુબહુ હતાં બિન્દુ ના સ્પર્શનારાં,
તે સૌ ધીમે બહુ સમયથી કમ્પતાં વાસનામાં,
અન્તે ગોળો મુજ હૃદયનો કમ્પની તીવ્રતાએ,
છોડી ચાલ્યો તુજ હૃદયને, અન્યને ભેટવાને.

××××

તોયે ક્‌હેવું પ્રિય પ્રિય અરે ! કાલ તારો હતો હું,
ને અત્યારે વહી જઈ હવે આજથી અન્યનો છું.

આ પ્રમાણે લખવું સહેલું હતું, પણ આચરવું સહેલું ન હતું. હજાર જાતના વિચારો આવી આવીને કલાપીના આ નિર્ધારને ડગાવતા હતા.

શોભના આવે તો રમા સાથે ન રહી શકે, એવો એમને નિર્ણય હતો. કલાપીને બાળકો અને રમાથી જુદા પડતાં ઘણું દુઃખ થતું હતું, પણ રમાને શોભનાનો ડર લાગતો હતો. તેથી તે તેમને ઈચ્છા મુજબ વર્તવાની છૂટ આપવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. પરંતુ તેમને રમામાં ઘણી આશા હતી. તે માનતા હતા કે રમાને તે છેવટે સાથે રહેવા સમજાવી શકશે. જો પતિ તરીકે પોતે આજ્ઞા કરે તો રમા ગમે તે કરવા તૈયાર હતાં. પણ કલાપી આ પ્રમાણે પોતાની પતિ તરીકેની સત્તા વાપરવા માગતા ન હતા; તે તો પ્રેમી તરીકેનો અધિકાર અજમાવવા ઇચ્છતા હતા.

બીજું, રમાને દુઃખ અપાયેલું જાણી લાઠીના કામદાર કદાચ નોકરી છોડીને ચાલ્યા જાય. કલાપીને આ માણસ કામદાર તરીકે પસંદ હતા, પણ જો તેમને ન જ રહેવું હોય તો ભલે જાય.