પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ ]
કલાપી
 


ત્રીજું, એજન્સીમાં કદાચ લાઠીના રાજવી અસ્થિર મનના ગણાઈ જાય. આ ભયનો જવાબ કલાપીએ વીરતાથી આપ્યો છે : 'એજન્સી ઈશ્વર નથી. એ એક એવી તરવાર છે કે તેનાથી ડરનાર માટે તરવાર જ છે, અને જ્યારે તેનો ડર ગયો ત્યારે એક નેતરની સોટી પણ નથી.[૧]

ચોથું, શોભનાનો પિતા અને તેના સંબંધીઓ ખવાસ જેવાં હલકાં ન હતાં, એટલે શોભના કલાપીનાં થાય એ જાણતાં જ તેઓ તેનો ઘાત કરે. તે માટે તો કલાપીએ એવો રસ્તો કાઢ્યો કે શોભના પોતાને ચાહે છે એવી ખબર પડે કે તુર્ત જ તેને રક્ષણ નીચે મૂકી દેવી. અને કદાચ કલાપીના પોતાના જ જીવનું જોખમ થવાનો પ્રસંગ આવે તો ? તો ‘માણસ સામે માણસ હોય એમાં કશો વિચાર કરવા જેવું નથી ?’

અને પ્રણયવીરનો ધર્મ સમજાવતાં તેમણે લખ્યું છે: “પ્રેમી પ્રેમ સિવાય બીજી બધી બાબતોમાં બેદરકાર હોવો જોઇએ, કેમકે તેને બીજી કોઈ બાબત જ છે નહિ. તું અન્યની સ્ત્રીને અને તે સ્ત્રી તને ચાહે જ છે તો તે સ્ત્રીના વર પાસે આવો દાવો કરવાનો– ‘તારા કરતાં મારો હક તે પર વધારે છે, ન માને તો લે હાથમાં તરવાર’ આ વર્તણુક દુનિયાને ગમે તેટલી હાનિકર્તા હોય પણ પ્રેમને તો શોભાવનારી છે.” [૧]

પણ કદાચ આ બાલા જ હવે તેમને નહિ ચાહતી હોય તો? આ પ્રશ્ન ગંભીર હતો. પણ કલાપી પ્રેમ મેળવવા માગતા ન હતા, આપવા જ માગતા હતા. પણ એક પ્રેમી હૃદય બીજા પ્રેમી હૃદયને


  1. ૧.૦ ૧.૧ ૮ મણિલાલને પત્ર તા. ૬−૧૧−૯૭ ( ‘કલાપીના પત્રો’ સંપાદક મુનિકુમાર ભટ્ટ )
    ‘શ્રી. કલાપીની પત્રધારામાં પણ મણિલાલ ઉપર કલાપીએ લખેલો આ વિસ્તૃત પત્ર છપાયો છે,’ પણ તેમાં છેવટની સહી કર્યા પછી લખાયેલી કંડિકા નથી, જેમાં ઉપર ઉતારેલી પંક્તિઓ છેલ્લે આવે છે.