પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[૫૭
 

ઓળખી શકે છે. તેથી કલાપીને શોભનાના હૃદયની અંતરથી તો ખાત્રી જ હતી.

વળી—

'ના ચાહે એ' કહીશ નહિ તું ! વ્યર્થ કહેવું નકી એ [૧]
હું ચાહું ને ક્યમ નવ મને, ભાઈ ! ચાહે અરે એ?
વ્હાલા ! વ્હાલી મુજ હૃદયની આરસી છે નકી એ !
અર્પુ છું હું જિગર મુજ તો કેમ ઝીલે નહિ એ?

××××

ના ચાહે એ પણ હૃદયનું એ જ છે સ્નેહસ્થાન !
ચાહે તેને પળપળ તણું હોય ના કાંઈ ભાન !
અર્પી દીધું ! બસ થઈ ગયું ! લૂંટનારૂં લૂટે છો !
ના પ્રીતિ ને હૃદય રસનો કાંઈ વેપાર થાતો !

પણ એક વિચાર કલાપીના હૃદયને સૌથી વધારે વ્યથા પહોંચાડતો હતો. શોભનાનું લગ્ન અન્યની સાથે કરી દેવામાં આવ્યું હતું. આ એક મહાન ભૂલ થઈ હતી. તેથી હવે તેનો પતિ કદાચ ન માને તો ? તો પછી અન્યની સ્ત્રીને ઉપાડી જનાર રાજા પ્રજાને ન્યાય કેવી રીતે આપી શકે? પ્રજા આમ ભલે માને, પણ કલાપીને ખાત્રી હતી કે તેમની ન્યાય આપવાની શક્તિમાં કે વૃત્તિમાં આથી જરાએ ફેર પડવાનો નથી. પોતે રાજા તરીકેની સત્તા શોભનાને મેળવવા વાપરે છે એ યોગ્ય છે ખરું ? બીજો સામાન્ય માણસ આમ કરી શકત ? આવી શંકા ઉઠાવી તેના જવાબમાં કલાપી જ કહે છે કે રાજા હોવાથી જ અત્યાર સુધીની બધી મુશ્કેલીઓ તેમને ભોગવવી પડી છે, તો પછી એ સ્થિતિનો પોતાના હૃદયની એક વાતમાં ઉપયોગ કરવામાં ખોટું શું?

આ પ્રમાણે સર્વ બાજુને વિચાર કરી મન સાથે છેવટને નિર્ણય કરી નાખ્યા છતાં, મહિનાઓ સુધી કલાપીએ પોતાના આ