પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ ]
કલાપી
 


નિશ્ચયને અમલમાં મૂકવાનું મુલતવી રાખ્યું. તે જ બતાવે છે કે તેમના મનમાં કર્તવ્ય વિશે કેટલે ઊંચો ખ્યાલ હતો. તેઓ ફરજ અને પ્રીતિને એક જ માર્ગમાં દોરવા માગતા હતા. પરંતુ શોભનાની સ્થિતિ વધારે ને વધારે અસહ્ય બનતી જતી હતી, અને કલાપીને જાણે વિશ્વના અણુ અણુમાંથી તેના જ સંદેશા મળતા હતા:

નિસાસો આવે છે ! હૃદય ધડકે છે નવીન કૈં ![૧]
સહુ છૂપા તારો ઝણણણ થતા કમ્પિત બની !
હજારો કોશો એ વદન પ્રિય જે દૂર વસતું,
ઉન્હા ત્હેના શ્વાસો મમ અધર પાસે ફરકતા.

××××

ઝીણા ઝીણા ઉઠે લલિત સ્વર તેના રુદનના,
પડે છાના તેના મધુર ભણકારા હૃદયમાં;
કંઈ કાલો વીત્યા ફરી નવ સુણ્યો એ સ્વર હતો,
હજારો કોશોથી મુજ શ્રવણમાં આજ પડતો.

××××

પિયુ ! વ્હાલા ! સાથી ! મુજ હૃદયની વ્હાર કરજે


પ્રેયસીનો આ આર્તનાદ કવિના હૃદયમાં ચોવીસે કલાક ગુંજવા લાગ્યો. તેથી ધીમે ધીમે કલાપીની હૃદયવ્યથા એટલી બધી વધવા લાગી કે તેમણે નિશ્ચય કરી લીધો અને સર્વની પરવાનગી પછી, અને એના માલિકોની ઇચ્છા પછી તા. ૧૧−૭−૯૮ ના રોજ તેમણે શોભનાને પોતાની કરી. કોઇએ એજન્સીમાં ફરિયાદ કરી તે પરથી એજન્સી અધિકારી ઓલ્ડફીલ્ડે આ સંબંધમાં કલાપીને પુછાવ્યું. કલાપીએ તેનો દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : 'મારાં [૨] પત્નીના અંતઃપુરનાં માણસોમાંની એક...... આશરે સત્તર વર્ષની છોકરીને ગયા કેટલાક


  1. ૧૦ કેકારવ : 'જાગર્તિનું સ્વપ્ન.'
  2. ૧૧ 'શ્રી કલાપીની પત્રધારા.'