પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૃદયત્રિપુટી
[ ૫૯
 

સમયથી તેના ધણીની સાથે જુદાગરી હતી અને નાતના શિરસ્તા મુજબ એના પહેલા લગ્નને રદ કરવા સંબંધી જવાબદારીઓ માથે લઈને તેને પોતાની કરે એવું એની મરજી પ્રમાણે કોઈ વધારે સારું મળે એટલે વહેલું મોડું એમને છૂટા પડવાનું જ હતું. હું કબૂલ કરું છું કે એ છોકરી મને ગમે છે, અને એના પહેલા ધણીની સાથે હમેશના શિરસ્તા મુજબ સમાધાન કરીને એનું લગ્ન મારી સાથે કરવું એવી ગોઠવણ કરી હતી. આને અટકાવવામાં જેને સ્વાર્થ હોય તેવા (તેના ધણી નહીં પણ) કોઈ બીજાએ આ ગોઠવણને અંત આણવાને હમણાં પગલાં ભર્યાં છે, અને આપને અરજ કરવાને તેના બાપને આગળ કર્યો છે. મારી સ્ત્રી થવાની છોકરીની ખૂશી છે. તેને છોડી દેવાને તેનો ધણી સાક્ષીઓની રૂબરૂમાં તૈયાર હતો. તેના બાપની પણ સંમતિ હતી, અને એ છોકરીને મારા ઝનાનામાં રહેવાના કાયદેસર હક માટે એના ધણીનું રાજીનામું (ફાર્ગતી) અથવા નાતના ધારા પ્રમાણે રીતસરના છુટાછેડા જ બસ છે.

'મારા મહેલમાં તેને રહેવાની બાબત સંબંધી તો એ છોકરીને રાજી મુજબ કરવાની છૂટ છે, અને એથી વિશેષ હું કશું કહી શકું તેમ નથી.'

આપણા સંગીતકવિ લલિતજીએ પણ કલાપીને આ લગ્ન સંબંધમાં પૂછ્યું હતું. તેના જવાબમાં કલાપીએ લખ્યું હતું :[૧] 'આપે જે કાંઈ સાંભળ્યું છે તે સર્વ સાચું છે. તમે જાણતા નહિ હો, કદાચ, મેં મારું સહેવું સર્વ કેવી શાન્તિથી સહ્યું છે તે. પરંતુ એક નાની સરખી છોકરી અને તે પણ સખ્ત કેદખાના જેવી સ્થિતિમાં અસહ્ય દર્દ શી રીતે સહી શકે ? તે મરી જતી હતી અને ત્રણેક માસમાં કદાચ મરી જાત. કોઈ પણ કાયદાની કે નીતિની ખાતર તેને મારી નાખવા જેવું ઔદાર્ય મારામાં રહ્યું નહિ, અને ભ્રષ્ટ થઈને પણ મેં તેને ઉગારી લીધી છે. મારો સ્વાર્થ આમાં


  1. ૧૨ શ્રી. કલાપીની પત્રધારા