પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૭૩
 

આ સમયથી જ તેમને જગલમાં ચાલ્યા જવાના વિચારો આવતા હતા. ૧૫ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં. એ લગ્નથી તેમને રમા જેવાં મિત્ર રાણી તરીકે મળ્યાં એમ તેમણે જાતે જ સ્વીકાર્યું છે, છતાં આ સમયે પણ રાજ્ય તજી ચાલી નીકળવાનો વિચાર ગયો ન હતો, પરંતુ પ્રીતિ બંધનથી બંધાઇને જ તે સર્વ કાર્યો કર્યા કરતા હતા. તોપણ તેમણે આ વિચાર છેવટે લીંબડી ઠાકોર સાહેબ સર જશવંતસિંહજી અને તેમનાં રાણીસાહેબ પાસે મૂક્યો. સર જશવંતસિંહજીનાં રાણીસાહેબ રાજબા ( રમા ) નાં ફોઈ થતાં હતાં, અને સુરસિંહજીને પોતાના પુત્રના જેવા ગણતાં હતાં. તેમના તરફથી જવાબ આવ્યો 'તમારાં મામી આજ અહીં આવવાનાં છે. હું એમને સખત રીતે કહીશ કે બધાંએ તમને ખુશી રાખવા અને કોઇ પણ બાબતમાં તમારી નારાજી મેળવવી નહિ. બાપુ, ચિંતા કરશો નહિ.' તેના જવાબમાં સુરસિંહજીએ લખ્યું : 'મારાં મામીને કાંઈ પણ કહેવાની જરૂર નથી. એમને કાંઈ પણ કહેવું એ નિર્દોષીને શિક્ષા કરવા જેવું છે. એમના કે કોઇના તરફથી કોઈ દિવસે, કોઈ બાબતમાં જરા પણ મને અસંતોષ મળ્યો નથી. એ બાબતમાં તો હું ઈશ્વરનો આભાર માનું છું કે મારાં દુઃખ અને ચિંતામાં એ મારી વિશ્રાન્તિનું સ્થાન છે, અને એથી જ હું શાંત અને સુખી રહું છું.'

સુરસિંહજીનાં આ વડીલોને પ્રથમ લાગ્યું હતું કે કોઈથી નારાજ થઈને આ યુવાન રાજવી ત્યાગની વાતો કરે છે. પણ જ્યારે એ શંકા દૂર થઈ અને માત્ર પ્રભુનું એવું નિર્માણ છે, કારણ પોતાને એવી વૃત્તિ વારંવાર થઈ આવે છે એવું સુરસિંહજીએ કહ્યું, ત્યારે તો તેમને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે એમ વૈરાગ્યવૃત્તિથી સંસાર છોડવાને તો હજુ બહુ વાર છે, અને હાલમાં તો એવા વિચારો એક પ્રકારની ગાંડાઈ જ ગણાય. આમ સર્વનો વિરોધ જોયો એટલે કોમળ દિલના સુરસિંહજીએ આ વાત તે સમયે પડતી મૂકી.

પછી રાજ્ય સોંપવાનો સમય આવ્યો. તે સમયે તો સુરસિંહજીના