પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ ]
કલાપી
 

'કેકારવ'ની પછી મણિભાઇએ કલાપીનાં 'હમીરજી ગોહિલ' તથા 'માલા અને મુદ્રિકા' નામનાં પુસ્તકો પણ યોગ્ય રીતે સંપાદન કરીને પ્રસિદ્ધિમાં મૂક્યાં હતાં. કલાપીના કેટલાક પત્રો 'કેકારવ'માં મણિભાઇએ પ્રકટ કર્યા હતા ત્યારથી જ તેની તરફ વાંચકોનું ખેંચાણુ ઘણું થયું હતું. એટલે કલાપીના પત્રો પુસ્તક રૂપે છપાવવા માટે મણિભાઇએ નિશ્ચય કર્યો, અને તે માટેની સર્વ સામગ્રી એકઠી કરી કાશ્મીરના પ્રવાસે ગયા, પરંતુ પ્રવાસ દરમ્યાન જ તેમનું અવસાન થયું. પરંતુ તેમના સુપુત્ર શ્રી. મુનિકુમારે 'કૌમુદી'ના કલાપી અંકમાં અને છૂટક પુસ્તકરૂપે આ પત્રો પ્રસિદ્ધ કરી આ કાર્ય ઘણી સારી રીતે પાર પાડ્યું છે, જે માટે તેમને અભિનંદન ઘટે છે.

રૂપશંકર ઉદયશંકર ઓઝા, જે 'સંચિત્' ની સંજ્ઞાથી કાવ્યો લખતા હતા તેમનું નામ અત્યારે બહુ જાણીતું નથી, પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે અજાણ્યું રહેવું જોઈએ નહિ. સંચિતે ૧૯૦૯માં રાજકોટમાં ભરાયેલ ત્રીજી સાહિત્ય પરિષદ વખતે 'કલાપીનું સાક્ષર જીવન’ નામનો વિસ્તૃત નિબંધ તૈયાર કર્યો હતો. તે ત્રીજી સાહિત્ય પરિષદના અહેવાલમાં છપાયો છે, અને જુદા પુસ્તકરૂપે પણ ઉપલભ્ય હતો.

સંચિતનો જન્મ ઈ. સ. ૧૮૬૬ માં તેમના મોસાળમાં વસાવડ મુકામે વડનગરા નાગરજ્ઞાતિમાં થયો હતો. વસાવડના તાલુકદારો વડનગરા નાગરો છે, અને રૂપશંકરનાં માતા આવા જ એક તાલુકદારનાં એકનાં એક પુત્રી હતાં. આ પ્રમાણે મોસાળના ગીરાસના વારસદાર રૂપશંકર હતા, પણ આર્થિક મુશ્કેલીને કારણે સરકારમાં કાયદેસર લડત ન ચલાવી શકવાથી તેમને આ વારસો મળ્યો નહિ.

સંચિત્‌ના પિતા પોલિસ ખાતામાં નોકર હતા, પણ આ નોકરી સંચિત્‌ની બાળવયમાં જ છોડી દઇ તેમણે સાધુ–સંન્યાસીઓમાં ફરવા માંડ્યું હતું. આ પ્રમાણે પંદર વર્ષની વયે સંચિત્‌ની ઉપર કુટુંબ વ્યવહાર ચલાવવાનો બોજો પડ્યો. તેમણે માત્ર અંગ્રેજી ચાર ધોરણનો