પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ ]
કલાપી
 

અન્ય નવા કવિઓના સંબંધમાં બન્યું નથી. તેનાં કારણો વિચારવા યોગ્ય છે.

'કેકારવ'ની લોકપ્રિયતાનું પ્રથમ કારણ તેમાં રહેલું હૃદયનું ઊંડું દર્દ છે. આ દર્દ કશાએ આડંબર વિના કે છુપાવવાનો પ્રયત્ન કર્યા વિના તેમણે વ્યક્ત કર્યું છે. કાર્લાઇલે કહ્યું છે કે મૌલિકતા નવીનતામાં નથી પણ સહૃદયતામાં છે. આવી સહૃદતા કલાપીમાં છે; તેમનાં કાવ્યોમાં અતૃપ્ત પ્રણયનો આર્ત્તનાદ છે. તેમણે કહ્યું છેઃ

વ્હાલાંને વિરહી થઇ, હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો;
તે અશ્રુઝરણું જ શોણિત સમું, તે કાવ્યમાં છે ભર્યું,
સ્વેચ્છાએ ભરી ચંચુ લાલમુખથી પીજે ભલે આંસુડું.[૧]

કલાપીને મન કવિતા નિઃશ્વાસ જેવી હતી. એ જેવી મનમાં ઉત્પન્ન થતી તેવી જ બહાર નીકળી જતી હતી, એટલે તેમાં કલાને અવકાશ ન હતો. સ્વાભાવિક રીતે જ જેટલી કલા એમાં આવી જાય તેટલી ખરી; પરંતુ વારંવાર ઘટમાં ઘૂંટાવા દઈ ઊર્મિને પ્રકટ કરવી, અને પછી પણ તેમાં સુધારા વધારા કરવા એવું કલાપીએ કર્યું નથી. એમાં પ્રેરક હેતુ સર્જન નથી પણ વિસર્જન છે.

કલાપી ઘણી ઝડપથી કવિતા રચી શકતા. 'કવિતા કરવામાં મને નવાઈ જેવી ટેવ છે. કવિતા કરવાનું સાંભરે અને જે રસનું કાવ્ય હોય તે રસમય હૃદય હોય તો ચાવીસે લીટી પાંચ મીનીટનું કાર્ય છે, અને તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો નથી?

કલાપી આમ ઝડપથી કાવ્ય રચી શકતા હતા, પણ તે શીધ્ર કવિ ન હતા. શીઘ્ર કવિતાનો અર્થ તે બરાબર સમજતા હતા. 'શીધ્ર કાવ્ય એટલે શું ? કહ્યું અને તુર્ત લખવું (બે ત્રણ મિનિટમાં) એટલી જ શીધ્ર કાવ્ય એ શબ્દની વ્યાખ્યા પૂરી થતી નથી. શીધ્રા કાવ્ય એટલે હૃદયના ઊંડા નાદ વિના – કંઈ પણ લાગણી વિના – કેટલીક લીટી જોડી કાઢવી એને શીધ્ર કાવ્ય કહે છે. હું તે શીઘ્ર


  1. ૧. પાન્થપંખીડું.