પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંતે એક જામો ધારતા,
પછી રંગ એ ઉપટે નહીં!

તરુણો લટે લપટાઇને,
કવિ ગીત મીઠાં ગાઇને,
કોઇ ડહાપણે ભોળાઈને,
ઝૂક્યાં એ જ ઝોળીની મહીં.

ઝોળીમાં પડ્યાં તે ના ઉઠે!
તેની આંખ ભીની ના સુકે!
મ્હારૂં જે બન્યું તે તેનું બને,
ઓહો! દર્દ કોણ કળે અહીં?

ઝોળીમાં નિરાશા ભાસતી,
કિન્તુ ત્યાંય ચણગી આશની;
છેલ્લી હેડકી ય આશા ભરી,
આશા સર્વની ન તે કોઇની!

કોઇ લાખ જન્મો ઈચ્છતા,
એ તો એમ આશા સેવતા;
કોઇ એમ આવ્યા પાશમાં,
પડી પાશમાં છૂટે નહીં!

કો આ જાળમાંથી નીકળી,
થયું હર્ષનું છે સોબતી,
એવી વાત કાંઇ સાંભળી,
કિન્તુ કોઇને દીઠું નહી!

૨૬-૧-૯૭

પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

તારા બહુ ઉપકાર ! રસીલી ! તારા બહુ ઉપકાર !
તું ઉરનો ધબકાર ! રસીલી ! તું અશ્રુની ધાર.

આ દિલડાનું ઝેર હળાહળ
               તું વિણ કો ગળનાર?

કલાપીનો કેકારવ/૩૦૭