પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મ્હારૂં તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે
દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વારશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!

છું સખ્ત જખમી મસ્ત દારૂ પી બન્યો બિમાર છું !
પણ ઇશ્કથી બીજો હમોને જીતનારો કોણ છે ?

હા ! નાસ્તિકો સૌ આવજો ! ખંજર ત્હમારૂં લાવજો !
આ ખૂન કાઢી તો જુવો ! કાતિલ એ પાણી થશે !

જે ઇશ્કનો બંદો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા !
ઓહો ! ખુદા શું ? લોક શું ? કે કોઈ શું તેને કરે ?

સૌ ઇશ્કના બેદાદ દિલના દર્દને ધિક્કારતાં !
આંજી જુવો પણ આંખમાં એ એક દી સુરમો તમે!

જે પાયમાલીમાં હમારાં છે ભરેલાં આંસુડાં,
તે એક ટીપું લાક દુનિયા વેઅચ્તા ના ના મળે !

કિંમત હમારી પૂછશો, તો એક દિલનું બુન્દુડું !
વેચાઈએ આનન્દથી લેજો સુખે જેને ખપે !

છે તો હર્ રાજી ત્હોય મોંઘો ઇશ્કનો આ માલ છે !
જે ઝિન્દગી રોનાર હો તે આવજો લેવા ભલે!

એ મન્ત્ર જપતાં જાગશે ભુતાવળો લાખો અહીં!
એ દેખતાં ડરશો નહીં તો ખેલશું આવો ભલે !

ગુલામ થઈ ર્ હેશું સદા પણ બાદશાહી મ્હાલશું!
માલીકના દિલનું કરીને તખ્ત સૂનારા હમે!

હા ! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે !
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે !

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો !
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને !


કલાપીનો કેકારવ/૩૨૨