આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જે આ આંસુમાં ન્હાનારૂં,
જ્યોત્સનામાંથી રસ પાનારૂં,
તે તો દૂર થયું થાનારૂં:
શું મ્હારી પાસે?
૨૫-૩-૧૮૯૭
રજા
હાવાં જ્યાં ફાવે ત્યાં જા તું :
જ્યાં ફાવે ત્યાં રો વા ગા તું :
ઢોળે દે હૈયું ફાવે ત્યાં :
શું અહીં કે ત્યાં ?
રો તું રો તું દી ને રાતે :
ડૂબી જા તું એ જ અખાતે :
એ રાત્રિને ન્હોય પ્રભાતે :
જા જ્યાં ફાવે ત્યાં !
૨૪-૩-૧૮૯૭
ઘા
વાંભ ભરી ક્યાંની ક્યાં મારી :
ક્યાંની ક્યાં ભોંકાઈ કટારી :
રક્તનીક ચાલી ક્યાંની ક્યાં :
ગૂમ થઈ તું ક્યાં ?
કોની પાસે ઘા ખોલાવું ?
કોને સાદ કરી બોલાવું ?
બોલે છે પડઘા દૂરે ત્યાં,
"રે રે ક્યાંની ક્યાં !"
૨૬-૩-૧૮૯૭
કલાપીનો કેકારવ/૪૧૯