પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ ચશ્મની દૂરબીનને
શું રૂપ તે મોતે હસે !
ક્યાં એ સનમ ! ક્યાં મોત એ !
પલટ્યો ખજાનો શું બની?

ના ના ફુલોવાળી સનમ !
ના ઇશ્કના હાથે દફન !
આકાશનું હોજો કફન !
મુજ ત્યાં જિગર ત્યાં ઝિન્દગી !

માશૂક પ્યારી સર્વને !
આ મોત તો કૈં ના ગમે !
મ્હારા જિગરને જે દમે !
તે મોત માશૂક છે ઠરી !

એથી સનમ બ્હીતી હતી !
એ દૂર : હું રાજી નકી !
પાસે હવે લાવ્યે ખુશી !
આશા એ હમારી ઈદની !

મ્હારી સનમના ઝુલ્ફની
શાહી હમે જોઈ નહીં !
જોવી સફેદી એ નથી !
લાલી, સફેદી મોતની !

મૂડી હવે જો મોતમાં;
તો ઝેરના પ્યાલા ઘણા
બેભાન જો પીને બન્યા,
તો લ્હેરમાં જાવું પતી !

જે મેઘભીની વાદળી,
માશુકની સાડી બની,
ત્યાં એ છબીએ મોતની,
આજે નઝર આગળ ખડી !

જ્યાં જ્યાં દીદારો માશૂકી :
જ્યાં એ જ ગાલોની સ્મૃતિ :


કલાપીનો કેકારવ/૪૮૭