પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે કોઈને શું ના ગમી
આવે સનમ જે આપથી ?
તું ભીખતો તે આ ઉભી !
જા, પુણ્યશાલી ! ભેટની !

દેતો ખજાનાઓ ખુદા,
એ પામતાં તે પાપ શાં !
તું કાલનો થઈ આજ જા !
જા, પુણ્યશાલી ! ભેટની !

૧૯-૫-૯૮

વ્હાલાં

વ્હાલાંને વ્હાલાંની પીડા !
લૂછાતા અશ્રુ એ ક્રીડા !
મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં :
          એ દુખડાં સુખડાં સુખડાં !

મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે !
વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે !
ટેવાયાં જોવાને એ તો
          મ્હારાં દુખડાં છે !

ટેવાયાં ના લાગે કૈં !
ટેવાતાં હસવું જાગે કૈં !
મ્હારે તો રોવું ને રોવું,
          જૂનું તાજું કૈં !

વ્હાલાં ! ટેવ મ્હને એ બાઝી !
ધોખાની વ્રીડા સૌ દાઝી !
ત્હોયે આ દાવા ધીખે તે
          ખોટી છે બાજી !

૨૪-૫-૯૮


કલાપીનો કેકારવ/૪૮૯