પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કલાપીના કેકારવનો શબ્દકોષ

અતીવ= અતિ, પુષ્કળ, બેશુમાર
અનભિજ્ઞતા= અજાણ્યાપણું, અજાણપણું, ભોળું, અજ્ઞાન.
અનલ= દેવતા, અગ્નિ,
અનલહક= “બ્રહ્મથી હું અભિન્ન છું" એવા અર્થનો અરબ્બી મન્ત્ર; આ મંત્રનો જપ મનસૂર નામના મહાત્માએ કર્યો હતો અને ઈશ્વરની સાથે એકતા હોવાનો દાવો કરવા માટે મુસલમાનોએ એમને દેહાન્તન દંડ કર્યો હતો. અનિલ= પવન; વાયુ
અનંગ= કામદેવ, પ્રેમદેવ.
અભિસારિકા=પોતાના પ્રેમપાત્રને અત્યંત ઉત્સુકતાથી મળવાનો સંકેત કરનારી નાયિકા.
અભ્ર= વાદળું.
અર્જુન= શ્રીમદ્ ભગવદ્ગીતાના તેમજ શ્રી મહાભારતના વીર પુરુષો પાંડવો- જેમાં મુખ્ય ધનુર્ધર અર્જુન-પ્રેમનું સંસ્કરણ પામેલા મનનું એ રૂપક છે.
અલકલટ= માથાના વાળનો જથ્થો- ઝુલ્ફ- વાળની લટ.
અવધિ= હદ, સીમા.
અવધૂત= જેણે રાગની તેમજ ત્યાગની બન્ને ભાવનાઓ ત્યજી દીધી છે તેવો તપશીલ અને જ્ઞાન-સિદ્ધ મહાત્મા, 'ગત્યાગથી અતીત મસ્ત પુરુષ-ત્રિગુણાતીત સન્ત.
આખ્યાયિકા= નાનું આખ્યાન; ટૂંકી વાર્તા
આતશ= અગ્નિ, દેવતા.
આનન્દકેન્દ્ર= જેનું મધ્યબિન્દુ આનન્દ છે એવું.
આફતાબ=સૂર્ય.
આમીન= અસ્તુ!
આર્દ્ર= ભીનું, કોમળ.
આલમ્બ= ટેકો, આધારઅવલમ્બન.
આશક= ઇશ્ક જેનું જીવન છે આશક, ચાહનાર; પ્રેમી; ભક્ત.
આહ= નિઃશ્વાસ.
આહ્લાદક= ઉલ્લાસ, આનંદ.
ઇકબાલ= નસીબ, કિસ્મત..
ઈચ્છાશક્તિ= હૃદયબલ-વિલ પાવર (Will Power)
ઈશ્ક= મહોબત, પ્રીતિ; ભક્તિ; સ્નેહ,
ઉત્ફુલ્લ= પ્રફુલ્લ ખીલેલું.
ઉદ્ભિદ્વિધા= વનસ્પતિશાસ્ત્ર
ઉદર= પેટ.
ઉપવન= બાગ, બગીચો.
ઉપાલંભ= ઠપકો.
ઉલ્ફત= માયા, મહોબત, પ્રેમ.


કલાપીનો કેકારવ/૫૧૪