પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફલક= (૧) આકાશ, (૨) ઢાલ, (૩) સપાટી.
ફિદવી= નમ્ર, પ્રશંસક.
ફિલસૂફી= તત્ત્વજ્ઞાન : philosophy.
બદન= શરીર.
બરકત= લાભ, નફો.
બાલાર્ક= ઊગતો સૂર્ય.
બિયાબાન= જંગલ, અરણ્ય.
બિસમિલ્લાહ= ‘‘પરમાત્માના નામ સાથે” એવા અર્થનો પ્રત્યેક કાર્યને આરંભે બોલવાનો ઇસ્લામી મંત્ર.
બીન= વીણા.
બુખાર= તાવ.
બુલબુલ= મધુરા સૂર ગાનારું એક નાનું પંખી. જીવાત્માના રૂપક તરીકે આ શબ્દ વપરાય છે.
બુઝરગ= વૃદ્ધ.
બુરખો= મોં ઢાંકવાનો કપડાનો પડદો.
બેગમ= (૧) રાણી, મહારાણી, (૨) ગમ વગરનું, (૩) દુઃખ-હિત, શોકહિત.
બેગાના= અજાણ્ય, તિરોહિત.
બેઝાર= કંટાળેલો, દુઃખી, થાકેલો.
બેત= કવિતાની યા ગઝલની બે
લીટીની કડીને બેત કહે છે.
બેવુઝૂ= અપવિત્ર, નાપાક, પરમાત્માનું ધ્યાન યા બન્દગી કરતા પૂર્વે હાથમાં ધોઈને પવિત્ર થવાની ક્રિયાને "વુઝુ કરવું" કહે છે તેથી રહિત તે બેવુઝૂ.
બેહયાઈ= હૃદયહીનતા.
બેહિશ્ત= સ્વર્ગ.
બો= ગન્ધ; વાસ.
ભરત= આ ભરત રાજાની કથા માટે જુઓ શ્રીમદ્ ભાગવત, સ્કન્ધ ૫, અધ્યાય ૮-૯. (જુઓ આ ગ્રન્થમાં
માર્ગદર્શક ટીકા)
ભુજા= હાથ.
મકરન્દ= પુષ્પનો રસ.
મજનૂં= એનો શબ્દાર્થ “દીવાનો આશક” થાય છે. લેલા-મજનૂંની પ્રેમકથા ઉર્દૂ અને ફારસી સાહિત્યમાં બહુ પ્રખ્યાત છે. મજનૂં ગિઝનીના બાદશાહનો શાહજાદો અને લેલાં મીસરના કાજીની દીકરી હતાં.
લેલાંને જોતાં જ મજનૂને પૂર્વ-સ્મૃતિના સંસ્કાર જાગે છે અને તેનામાં તેને અનિર્વાચ્ય દર્શન થાય છે. એ બન્નેની અનેક પ્રકારે કસોટીઓ થાય છે. મજનૂં લેલાંના શબ્દને અલ્લાહનું ફરમાન સમજે છે અને એક ઝાડના થડમાં તપ છે. છેવટનું બન્નેનું મળવું થાય છે, અને થોડી ક્ષણમાં બન્ને શરીરો છૂટી જાય છે. ભગવતી મીરાં, મહાત્મા તુલસીદાસ અને વ્રજની ગોપીઓના જેવી અનન્ય ભક્તિનું આ દષ્ટાંત છે


કલાપીનો કેકારવ/૫૧૮