પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મજાલ= શક્તિ, બળ, જોર.
મધુપ= ભ્રમર, ભમરો.
મનસૂર-મન્સૂર=હુસેનબીન મન્સૂર અલ હલ્લાજ, એવું આ બ્રહ્મનિષ્ઠ મહાત્માનું પૂરું નામ છે. તેઓ બગદાદમાં થયેલા અને અનલહક એટલે अहं ब्रह्मास्मि અથવા सोऽहम्-शिवोहम् બોલવા માટે ત્યાંના સુલતાને એમને કેદમાં પૂરીને છેવટે દેહાન્ત દંડ કરેલો, એમના શરીરને શૂળીએ ચડાવેલું.(હિજરી સન ૩૦૯). ઈસુ ખ્રિસ્તની પેઠે દેહવિસર્જન પછી પોતાના ચુસ્ત આશકોને એમણે દર્શન દીધેલું એવી પણ માન્યતા ચાલે છે.
મરહમ= મલમ.
મુકદ્દર= નસીબ, કિસ્મત.
મર્ઝ= દર્દ.
મહફિલ= મંડળી, સભા, મિજલસ.
મહબૂબ= પ્રિયતમા, મધુર હૃદય.
મહમ્મદ-મોહમ્મદ= ઈસ્લામના છેલ્લા પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબ.
માદેર= માતા, જનેતા
માદ્ય= સંસ્કૃત કાવ્યસાહિત્યમાં કાલિદાસ અને ભવભૂતિ જેવો મહાકવિ. એનું રચેલું નૈષધકાવ્ય પ્રખ્યાત છે. સંસ્કૃત સાહિત્યમાં એક ઉક્તિ છે કેઃ
उपमा कालिदासस्य
भारवेर्थगौरवम् ।
दण्डिनः पदलालित्यं
माधे सन्ति त्रयो गुणा: ॥
માશૂક= પ્રિયતમા, દિલબર, સનમ, દિલદાર. કેટલીક વાર 'સનમ' શબ્દને બદલે આ શબ્દ વપરાયેલો છે, અને કેટલીક વાર સાધારણ અર્થમાં પણ વપરાયો છે.
મિસ્કીન= ગરીબ, નમ્ર.
મીરાં= રાઠોડ વંશનાં કુમારી મેવાડનાં મહારાણી શ્રી મીરાંબાઈ મહાન ભક્ત થયાં. અનન્ય પ્રેમથી શ્રીકૃષ્ણ પરમાત્માને ભજતાં હતાં અને નરસિંહ મહેતાની પેઠે શ્રીકૃષ્ણ ભગવાને એમને [અણ વખતો વખત પ્રત્યક્ષ તેમજ જુદાજુદા ચમત્કારો વડે દર્શન દીધા હતા.
મુકદ્દર= નસીબ, કિસ્મત.
મુક્તા= મોતી.
મુરવ્વત=વ્ શરમ.
મુરાદ= ઇચ્છા, હોંશ.
મુર્શિદ= ગુરુ, શિક્ષક,
મૃગપતિ= સિંહ.
મોહતાજ= ગરીબ, લાચાર, કંગાળ.
મૌલા= પરમાત્મા.
ગ્લાનિ= દિલગીરી, શોક.
મ્હેતો-મહેતો= કાઠિયાવાડના સુપ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતા જૂના-ગઢમાં થયા. તેઓ શ્રીકૃષ્ણ પરમાત્માના અનન્ય ભક્ત હોવાથી તેમને અનેક રૂપે પ્રત્યક્ષ તેમજ જુદા જુદા ચમત્કારો વડે પરમાત્માએ દર્શન દીધાં હતાં.


કલાપીનો કેકારવ/૫૧૯