પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યુગલ= જોડું-જોડી.
રાહ= રસ્તો, માર્ગ, ધર્મપ્રવાહ, ધર્મ-પન્થ.
રાહત= આરામ, સુખ, શાન્તિ.
રાહદારી= રસ્તો, પ્રવાસ, મુસાફરી.
રિપુદલ= દુશ્મનનું લશ્કર.
રુરુદિષા= રોવાની ઈચ્છા.
રૂહ= જીવ, જીવાત્મા.
લફઝ-લવ્ઝ= શબ્દ, ઉદ્દગાર.
લબ= ઓઠ.
લાઝિમ= યોગ્ય.
લૈલીં= ઇશ્કના દીવાના મજનૂંએ જેની ખાતર ભારે તપ કર્યું હતું એ એની પ્રેમમૂર્તિ લૈલાં.
લ્યાક્‌ત-લિયાકત= લાયકાત, યોગ્યતા.
લ્યાનત-લાના= ફિટકાર, ધિક્કાર.
વસ્લ= મેળાપ, સંયોગ, દર્શન.
વાટિકા= વાડી.
વારિધિ= દરિયો, સમુદ્ર.
વિટપ= અડ, છોડ.
વિધુ= ચન્દ્ર.
વિનિમય= બદલો, અદલાબદલો, સાટું.
વિપુલ= પુષ્કળ.
વિપ્લવ= તોફાની ફેરફાર, ભારે ઊથલપાથલ
વિશદ= સ્પષ્ટ, ચોખું, શુદ્ધ,
વીચિ= લહરી, ઊર્મિ, તરંગ, મોજું
વ્યજન= વીંઝણો, પંખો.
વ્યથા= દુઃખ, દર્દ.
વ્યોમ= આકાશ.
વ્રણ= ધા, ઝખમ.
વ્રીડા= લજ્જા, શરમ.
શયતાન= આસુરી સત્તા.
શરાબ= દારૂ, મધ, પ્રેમનું રૂપક આ શબ્દથી વ્યક્ત થાય છે.
શશાંક=ચન્દ્ર,
શાહી= સુલતાની, રાજાપણું.
શિતાબી= ઝડપ, ત્વરા, જલદી.
શીકર-સીકર= પાણીનો છાંટો, જલકણ.
શીરીન-શીરીં= ઇરાનની શાહજાદી અને ચીનની શહેનશાહબાનું હતી. ફરહાદ નામનો ગરીબ મજૂર એના ઉપર આશક થયો અને પરિણામે આખો પહાડ ખોદી કાઢવાનું મહા-ભગીરથ કાર્ય એણે શીરીનને મેળવવા માટે કર્યું. શીરીન મરી ગઈ એમ સાંભળતાં જ એણે માથું ફોડી નાખ્યું. એની જ કબરમાં શીરીન જીવતી સૂતી છે.
શુકન-સુખન= શબ્દ.
શુક્ર=આશીર્વાદ, સ્તુતિ.
શુચિતા= પવિત્રતા.
શોણિત= લોહી.


કલાપીનો કેકારવ/૫૨૦