પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શ્લાઘા= વખાણ, પ્રશંસા.
સનમ= (૧) પ્રેમસ્વરૂપ પ્રિયતમાં - The Beau Ideal માશૂક (૨) સગુણ બ્રહ્મમૂર્તિ, પરમાત્મા - (God). બન્ને પ્રકારના અર્થોમાં આ શબ્દ આ ગ્રન્થમાં વપરાયો છે.
સમિધ= યજ્ઞમાં હોમવાનાં કાષ્ઠ, સૂકાં લાકડાં, બળતણ વગેરે.
સર= સરોવર.
સલિલ= પાણી, જળ.
સાકી= શરાબી મહેફિલમાં જેના હાથમાં દારૂનો સીસો અને પ્યાલો રહે છે અને જે ભરી ભરીને સૌને પાય છે, તે સાકી કહેવાય છે, આ ઉપરથી પ્રેમરૂપી મઘ પાનાર-પ્રેમને પંથે ચડાવનાર ગુરુ- The Spiritual Guide.
સાવજ= દીપડો, વાઘ, ચિત્તો
સિતમ= જુલમ
સિતમગર= જુલમગાર.
સિફત= વખાણ, પ્રશંસા.
સીના= છાતી.
સુખન-શુકન= બોલ, શબ્દ.
સુધાંશુ= ચન્દ્રમા.
સુપ્રભ= સુપ્રકાશિત.
સુમન= ફૂલ,
સુરખી= લાલાશ, લાલી.
સુરભી= ગાય,
સુરભ-સુરભી-સુરભે= સુગંધ.
સુરા= મદ્ય, દારૂ. પ્રેમના -ઇશ્કના તેમજ ભક્તિના રૂપક તરીકે આવા શબ્દો પ્રાચીન કાળથી વપરાય છે.
સંચિત= એકઠું કરેલું.
સ્નિગ્ધ= સ્નેહાળ સ્નેહભરેલ.
સ્વેદ= પસીનો, પરસેવો.
હક= પ્રમ સત્ બ્રહ્મ પરમાત્મા
હરગિઝ= કદાપિ, કદી પણ.
હલા=व् સખીને સંબોધનનો શબ્દ છે. હે હલા ! હે હલે ! હે સખી ! એમ કહેવાય છે.
હાસિલ થવું= પ્રાપ્ત થવું,નફો થવો, કંઈ મળવું
હિજ્ર=व् વિરહ.
હિના-હીના=व् મેંદી. પગના નખ ઉપર મેંદી. આ રૂપક પ્રેમની સુન્દરતાનું નિરૂપણ કરે છે.
હિમાંશુ = ચન્દ્રમા
હુજ્ર=व् અન્દરનો ઓરડો, અન્તરંગ,જ્ઞાનપક્ષે જોઈએ તો વિજ્ઞાનમય કોષ.
હુસ્ન=व् સુન્દરતા., રૂપ.
હુર-હુરી= અપ્સરા, સુન્દરી., પરી.
હુલ= એક જાતનું લોખંડી ઓજાર-સોયા જેવું -પેચવાળું (Screw).
ક્ષીરાબ્ધિ= ક્ષીરસાગર, પુરાણમાં કહેલા એક સમુદ્રનું નામ છે. ત્યાં શ્રી વિષ્ણુ ભગવાને સપ્તફેણવાળા શેષનાગ ઉપર શયન કર્યું છે. ॥ ॐ ॥


કલાપીનો કેકારવ/૫૨૧