પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે!
વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે.

ભલેને વાતો ઉત્તર પવન સુસ્વાટ કરતો,
ભલેને હીમોનો સિતમગર વર્ષાદ પડતો;
અરે! તોએ વૃક્ષો! મધુ સમયમાં ખૂબ ખીલશો,
પ્રભુનાં વ્હાલાં તો પરમ સુખી છો એમ ગણજો.

વળી સુખી સુખી ભમતી વિરહિણી ય સરિતા,
દિસે તું આનંદી ગરમી શરદીમાં સમ સદા;
મહા કાળી રાત્રિ સરવ ગમ સંહાર કરતી;
તદાપિ ખોયેલી ઝળહળિત કાંતિ ન સ્મરતી.

અહો! બેઠી છે શું બચૂમય આચ્છાદન ધરી,
સુખી હોજે બાપુ નજર મમ ત્હારા પર ઠરી,
મનુષ્યોને તો આ પરમ સુખ માગ્યું નહીં મળે,
ઘણાંઓ પીડાએ જરિક જ દશા અંતર થયે.

૧૮૯૩

૫-છેલ્લી સલામ[૧]
હરિગીત

પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે! પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે!
નહિ તો, અરેરે! એકલો તુજ મ્હોં કરી ઉત્તર ભણી,
તું પ્હાડ ને જંગલ મહીં ક્યાં વનવને ભટકી રહે?
તનહા વળી હું આથડું વેરાનમાં તુજ શોધમાં-

ને વ્યર્થ દિલની વેદના ને વ્યર્થ હું ભટકું અરે!
પ્હોંચી શકું નહીં હું ત્હને. રખડી શકું નહીં થાકથી,
તોએ ભલા રડતાં અને મરતાં તને શીખવી શકું:
'પ્રભુ પાસ વ્હાલા! રાખજે! પ્રભુ પાસ, વ્હાલા રાખજે!'

શીખવી શકું આ ત્હને? શિખવી શ્કું હું શું ત્હને?
જો હું કહું 'દક્ષિણ તરફ' કે વામ બાજું તું જજે -


  1. અંગ્રેજ કવયિત્રી શ્રીમતી બ્રાઉનીંગના કાવ્ય 'A Velidiction'નો મુક્તાનુવાદ.


કલાપીનો કેકારવ/૫૨૪