પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કેકારવની

કેટલીક ચિંતનકણિકાઓ


ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ
કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;
કો’ દિ’ વળી પ્રણયનો સહુ ભોગ થાશે,
ત્યારે ય બીજ રૂમાં સહુ આ સમાશે.”

(મૃત્યુ)


“મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો, કે ઊડી ગયું,
ભળ્યાં ભૂતે ભૂતો, લય નથી થયું એ કબુતરૂં!”

(મ્હારું કબૂતર)


“ફાની છે આ જગત સધળું અન્ત આ જીવવાને,
જે છે તે ના ટકી કદી રહે સર્વદા કાલ ક્યાંએ;
શોધી લેને પ્રિય પ્રિય સખે! સર્વદા જે રહેશે,
આશાતૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને!”



“તૈયારી તું પ્રિયતમ કરી મૃત્યુની લે અગાડી,
ને મ્હારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;
તોડી ભીંતો તિમિરગઢની દિવ્ય સ્થાને ઊડી જા,
ને તે માટે સુર! હૃદયથી દાસ તું ઈશનો થા.”

(બિલ્વમંગલ)


“કહે પ્રજ્ઞા કે ના પ્રણય કરશો વ્યક્તિ સહ કો’-
ઘટે બ્રહ્માંડોના પ્રતિ જીવ પરે પ્રેમ સરખો.”

(કન્યા અને ક્રૌંચ)


“દયા છે ઈશ્વરી માયા, આ સંસાર કટુ મહીં,
દયામાં બ્રહ્મપ્રીતિનું કાંઈ ભાન જનો કરે.”
“દોરાવું એ સહુ હૃદયનું, ભાઈ! નિર્માણ આંહી
ભાવિ વિના જનહૃદયનો, અન્ય ના કો’ સુકાની”

(હૃદયત્રિપુટી)