લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૯૫
 




માલિકને દરબાર

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત !
એના ઉરમંદિર મોઝાર રે કો લઈ જાઓ રે સંત !— ( ધ્રુવ )


સોળ કીધા શણગાર શરીરે,
લાખ કીધાં કંઈ લટકાં ;
દસદિશ તાકી જોઉં બધે પણ
ક્યાં માલિકનાં મટકાં ?


મારી આંખ વહે ચોધાર રે કો લઈ જાઓ રે સંત !
મારા સાહેબને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૧


તીરથ તીરથ સ્નાન કીધાં મેં,
કીધી દર્શનયાત્રા ;
વજ્ર સમાં વ્રત લીધાં તોપણ
મળી ન એકે માત્રા :


મને સૂઝે નવ કો સાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા નાથ તણે દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૨